________________
રી ચાલતી હોય તેટલું દર્દ તેના મોં પર ઊભરાઈ આવ્યું. થોડી -વારે એ બોલીઃ “હેમુજી, અલાહે મને એની બેન બનાવી છે. એણે મારી માફી માગી છે, મેં એને માફી બક્ષી છે.”
આવા કામની માફી હોઈ શકે ખરી ?”
જરૂર! ખુદા આપણી કેવી કેવી ભૂલો માફ કરે છે ! આપણે એકબીજાને માફ કરતાં શીખીએ. હેમરાજજી તમે તો શાણું છો. વીંછી ડંખ દે છે એ એના સ્વભાવથી; કંઈ વેર લેવા માટે નહીં. મુબારિઝને સ્વભાવ હું જાણું છું. થવાનું હતું તે થઈ ગયું. આજ હું એનું લેહી પી જાઉં તોય આ અફઘાન સત્તા બચી શકે ખરી ?
અસંભવ! માનવંતા રાણી, જે રાજા કર્મધર્મ ચૂક્યા એનું રાજ જરૂર જવાનું. આજે તે હિન્દુઓમાં કોઈ દૂરંદેશ નથી, નહિ તે તેઓ તમને ચપટી વારમાં ઉખેડી નાખત. એક શક્તિ વિભાજિત થઈ એટલે એને નાશ કરતાં કંઈ વાર નહિ. હું તો જોઈ રહ્યો છું કે હિન્દુઓ જે નથી કરી શક્તા, એ મોગલ કરશે.'
મોગલ કરશે ? ઘઉંમાંથી કાંકરાની જેમ વણી લે એવા તમે બેઠા હો, ને મેગલો રાજ કરશે ? અરે, તમે જ એક દિવસે મોગલેને હિંદ બહાર તગડી મૂક્યા હતા. આજે પંદર વર્ષે બિચારા હિંદનું મેં ભાળે છે! એ વખતના એ જ તમે છે કે બીજા?”
“એ નથી. આજે તે હું પાંખ ને પગ કપાયેલ બાજ પંખી છું. બીબીબાઈ દિલમાં દૈવત જગાડે એવા શેરશાહ ક્યાં છે, ખવાસ ખાન
ક્યાં છે, સલીમશાહ કયાં છે? હું જીવતો હોઉં ને શાહીહત્યારે રાજ કરી જાય એ જન્મજન્માંતરમાં પણ ન બને ! રાણી પધારો ! અબ રાજસેવા કરી. હવે તે નિવૃત્તિ લીધી છે.' “હેમરાજજી, હુમાયુ આગળ વધે છે. શું તમે અમને માફ
એક દ્રૌપદીના પાંચ પતિ ઃ ૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org