________________
સેનાપતિ શાદીખાન આગેવાન બનીને તપખાના પાસે ખડે હો. હેમુછ ત્રણ કુશળ હાથીઓ સાથે કે પોતાના અજેય લશ્કર સાથે યુદ્ધમેદાનથી દૂર હતા. આસમાનના કોજાને ધ્રુજાવતા તોપગોળાઓએ યુદ્ધને આરંભ કર્યો. આ ગરવ પછી વીજળી થવી આવશ્યક હતી. તોપોની પછી તીર, તલવાર ને બરછીઓએ પોતાનું કામ શરૂ કર્યું. મોગલ લશ્કર જમ્બર ઝનૂનથી લડી રહ્યું હતું. કુશળ તારદીબેગ બાજીને હાથમાં રાખી રહ્યો હતો.
- શાબાશ, મોગલ બહાદુરે ! રંગ છે તમારી જનેતાને ! અફઘાને પીછેહઠ કરીને ભાગતા હતા. ભાગે એ ભડને દીકરે એવો ઘાટ રચાયે હતો. મોગલેએ કમર કસીને પીછો કર્યો હતો. આજ તો બબે પેઢીનાં વેર સંતોષવાં હતાં. મહારથી હેમુછના હાથ પણ ઢીલા પડ્યા જોવાતા હતા. એ એક બાજુ મોટી મોટી મૂછો પર હાથ રાખીને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. શું કરે ! આજ ધારેલી બાજી ધૂળમાં મળી હતી. અફઘાને મૂઠીઓ વાળીને ભાગતા હતા. મોગલ આડુંઅવળું જોયા વગર એમને વેગથી પીછો પકડી રહ્યા હતા.
દિલ્હી દૂર રહ્યું. હેડલ પલવલ નજીક ભેટેભેટા થવાની તૈયારી હતી. ત્યારે અચાનક નાસતી ભાગતી આ અફઘાન સેના ઊભી કેમ રહી ગઈ? એણે મોં કેમ પાછાં ફેરવ્યાં ? મોતના મેમાં પેઠેલા સસલાએ શીંગડાં માંડ્યાં ? પીઠ બતાવીને ભાગતી હેમુછની સેનાએ ધનુષ્યમાં તીર ચઢાવ્યા, બંદૂકમાં ગોળીઓ ધરબી ને ફરી પાછું યુદ્ધ જામી ગયું. તારદીબેગ ને રણમેદાન તો ક્યાંનાં ક્યાં રહ્યાં ને અહીં ઘમસાણ મચ્યું.
ફતેહની મગરૂરીમાં આવી ગયેલા મેગલે, સામેના દુશમને સાથે કામ પતાવી લે ત્યાં તો બાજુમાંથી તીરોની વર્ષો થવા લાગી. તેઓ પાછળ ફરવા જાય છે, તો અહીરાવણને મહીરાવણ જેવા અફઘાનો ને મેવાતીઓ ત્યાં પણ ખડા હતા. બિલાડીના ટોપની જેમ આ ક્યાંથી ૩૫૦ : આગ્રા-દિકહી ઝડપાયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org