________________
જ્યાં પોતાનું કોઈ નહીં ત્યાં સ્થિર કેમ થવાય? આ માટે તેમની પાસે ધર્મમાત્ર સાધન હતું. એમણે નવમુસ્લિમે સર્યા ને પોતાની નાત વધારી, કારણ કે આ ભૂમિ એમના દિલને આર્કષી રહી હતી. અહીંનો વૈભવ, અહીંની વિશાળતા એમને ખુશ કરી રહી હતી. મંદિરો ને મૂર્તિઓ પર એમણે હાથ ઉગામ્યા, એનું કારણ પણ મારી નજરે તે સ્પષ્ટ છે. આપણે ત્યાં મંદિરમાં દ્રવ્યને, સુવર્ણરીખનો ઢગલો કરી મૂક્યો હતો. ને નવા વિજેતાઓ કંઈ ઘેરથી ગાંસડાં બાંધીને દ્રવ્ય સાથે લાવ્યા નહતા. એમણે આકડે મધ જેવું, એક પંથ ને દો કાજ જેવું લાગ્યું. ધર્મને ધર્મ ને સગવડની સગવડ. પણ આ આક્ષેપ એકલા આ લોકો માટે શા અર્થે કરે છે ? અન્યધમ વિજેતાએ આ કર્યું જ છે. ઈતિહાસ વાંચે. મહારાજ, હું તો ભૂત ને ભાવિના ઈતિહાસને દ્રષ્ટા છું.'
ને મહારાજ હેમરાજજીએ દૂર દૂર જોયું, જાણે ક્ષિતિજમાંથી નીકળીને કઈ શાહી કાસદ આવતો હતો. વિક્રમાદિત્ય મહારાજે પિતાની વાતને ઉપસંહાર કરતાં કહ્યું :
મહારાજ, પેલે કાસદ આવે છે. વળી કંઈ નવા સમાચાર હાય, નવા ઉત્પાત હોય! મારી છેલ્લી છેલ્લી વાત કહી દઉં. આપણે ત્યાં અહંતા પાપ લેખાયું, પણ હું એ પાપ ફરીથી પ્રજા પાસે આચરાવવા માગું છું. સુષુપ્ત અહંતાનું હું આવાહન કરવા માગું છું. એ અહંતાના રક્ષણ પાસે મૃત્યુની બિસાત ન ગણે તેવા પ્રજાજને ઊભા કરવા ઈચ્છું છું. દુર્જેય ગૌરવ, દુર્ધર્ષ પ્રતિભા, વિશાળ સંસ્કૃતિ ને સુંદર આત્મસમર્પણ ભારે સહુને શીખવવાં છે, પછી કહેશે તો ભારતવર્ષને રક્ષી રહેલા આ સાગરો ને આ હિમાલયને હુ ખસી જવાનું કહી દઈશ! પરદેશીઓ માટે ખુલ્લાં દ્વાર મૂકીશ, કહીશ કે આવો દેશદેશના મહાનદી, આ મહાસાગર તમારું સન્માન કરવા તૈયાર છે. અમારો પ્રેમ તમારું રક્ષણ કરશે, તમે ભક્ષણ માટે ૩૭૦ : એષણાઓ મહારાજ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org