________________
સજજ હશે તે અમારા કાપગ્નિમાંથી કદી છટકી શકશો નહીં! અમે એકલા પ્રેમાળ નથી, સાથે મહાકાળ પણ છીએ. અમારા દેવ શિવના પગલામાં મંગલ પણ છે ને પ્રલય પણ છે. મહારાજ, મારું સામ્રાજ્ય હશે ત્યાં સુધી, અથવા જેને ચિરકાળ રાજ્ય કરવું હશે તે કેાઈનાં મંદિર-માળિયાને નહીં સ્પશે. સહુ સુખે ધર્મધ્યાન કરે. અભયારે તે શાંતિ નથી, શાંતિ મળશે ત્યારે ધર્મવાણું સાંભળવા દિલ જરૂર ઉત્કંઠિત છે. વેળાએ વેળાએ જરૂર સાવધ કરવા પધારજો. ભારતના ભાગ્યનિર્માણના મારા મનસૂબાને પ્રેરણાનાં જળ તે જરૂર જોઈશે જ – આજે નહિ તે કાલે.”
મહારાજ હેમરાજજી જતિજીને નમ્યા, જતિજી મહારાજે પ્રેમપૂર્વક આશીર્વાદ આપે. ગગનમંડળમાં સંધ્યાના રંગ પુરાઈ રહ્યા હતા. મહારાજ વિક્રમાદિત્યે સામે આવીને ઊભેલા કાસદ તરફ નજર નાખી.
-- “જહાંપનાહ, મેગલરાજા અકબર કંઈક ચળવળ ચલાવી રહ્યો છે. એને સરદાર બહેરામખાન લશ્કર એકઠું કરી રહ્યો છે. સંભવ ખૂબ છે, કે ફરીથી પાણીપત જાગે.”
અવશ્ય જાગશે. સેનાપતિ શાદીખાનજીને કહેજે કે મરહૂમ બાદશાહ શેરશાહે એ જ પાણીપત પર મેગલને હિંદબહાર કરવાના શપથ લીધા હતા. આજ મહારાજ હેમરાજ પણ એ જ શપથ લે છે. અરે, હજી તો માનું દૂધ પણ માં ઉપરથી સુકાયું નથી એવા એ છોકરાના શા ભાર છે, કાળવિજયી મહારાજ હેમરાજ પાસે. બાદશાહ બાબર કેટલી રાત ને હુમાયુ કેટલા દિવસ હિંદમાં રહ્યા, કે તેઓને પુત્ર હવે વળી કંઈ વધુની આશા રાખે! કાસદ, સેનાપતિ શાદીખાનજીને મારો સંદેશો કહેજે કે યુદ્ધની પહેલી ટુકડી વીસ હજાર પઠાણે ને ભારે તોપખાનું તરત પાણીપત તરફ રવાના કરે.” “તૈયાર જ છે, માલિક!' કાસદે મુનિસ બજાવી, ને રવાના થયો.
એષણાઓ મહારાજ્યની : ૩૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org