Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 389
________________ આકાશમાં સંધ્યાની લાલી આથમતી જતી હતી, તે પૂર્ણિમાના ચંદ્ર કૌમુદી રેલાવતા એને રૂપેરી રથ હાંકી રહ્યો હતા. દૂર દૂર જમુનાનાં નીર પણુ રૂપેરી બનતાં જતાં હતાં. દૂર દૂર અંતરીક્ષની માગતામાં અદૃશ્ય થતા પ્રકાશ તરફ, નાની નાની નૌકા ને મીઠી મીઠી બંસીથી શાભાયમાન જમુના તર૬, ચાંદીના ગાળા જેવા ઊંચે ઊંચે ચઢતા પૂર્ણ ચંદ્ર તરફ જોઈ રહેલા મહારાજ વિક્રમાદિત્યે એ પૂર્ણ ચંદ્રમાંથી ઊતરીને આવતી કાઈ ચંદ્રાનના ભાળી. પૂર્ણ ચંદ્રની કૌમુદી જાણે જીવન્ત સ્વરૂપે આવી રહી હતી. મહારાજ એ તરફ નિહાળી રહ્યા. રૂપના એ રાશિ નજીક આવી રહ્યો હતો. * કાણુ, મહારાણી કુંદનદેવી ? ’ હા ચક્રવતી મહારાજ ! ' ચક્રવતી ? ' હેમરાજજી હસ્યા. અ એ પડધામાંય કાળને જીતવાના પુરુષા ગુંજતા હતા. હાસ્યના પડધા પડયા. · હા, હા, ચક્રવતી ! ચૌદ રત્ન જેની પાસે હાય એ ચક્રવતી ! ’ . કર્યા ચૌદ રત્ને મારી પાસે છે? " નથી જાણુતા ? પહેલું સ્ત્રીરત્ન એ હું− દનદેવી, બીજી પુત્રરત્ન એ યુગરાજ, ત્રીજું સેનાપતિરત્ન એ શાદીખાનજી, ચેાથું વાધિકરત્ન એ ટાલરમલજી, પાંચમું ગજરત્ન એ · હુવા '. આ સંગ્રામજીવિની શમશેર એ છઠ્ઠું રત્ન.' મહારાણી, ચક્રવતી બનવાને માટે તેા બધી તૈયારી ચાલી રહી છે. જો નીરખી લે, પેલી મારી અજેય સેના પાણીપત તરફ ચાલી!! પતિપત્ની દૂર દૂર ક્ષિતિજ તરફ્ જોઈ રહ્યાં. આકાશમાં ચંદ્ર ૩૭૨ : એષણાએ મહારાજ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394