Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 386
________________ જોયા છે. આ ભૂમિનું ધન આ ભૂમિ પર રાખવાનું તેઓએ ઇચ્છયું છે. આ ભૂમિને તેઓએ શિલ્પરથાપત્યથી શોભાવી છે. અહીં જ પિતાનાં મહેલ, મકબરા ને મરિજદ બાંધવાં છે. કેટલાક તો લેહીસંબંધે બંધાયા છે. તેઓને ક્યાં સુધી નહીં અપનાવીએ ? લડાયક શક્તિ પરસ્પર ક્યાં સુધી બગાડશું? એક જ દેશના રહેનારાઓ પરસ્પર લડે, એ પરદેશી વિજેતાઓ માટે તે ખરેખર સુવર્ણસંધિ કહેવાય. બેય ક્ષીણ થશે. એકેનું કલ્યાણ નહીં થાય. એક નાવના પ્રવાસી થઈને મનમાં પાપ રાખશે તો એ નૌકા ડૂબવાની ને ત્રીજો લાભ લઈ જવાને.” ‘પણ આ મિલન અશકય નથી લાગતું ?' “ના, મહારાજ ! દિવસો સુધી વિચાર કર્યો છે. મિલનની સાચી આકાંક્ષા હોય તો મેદાન ખૂબ જ મોકળું છે. ધર્મનું હાર્દ પરસ્પરનો પ્રેમ ને એકબીજાને સમજવાની વૃત્તિ ઃ એટલું હોય તો સાચો ધર્મ બીજા ધર્મથી હાથ મિલાવવાની કદી ના ભણશે નહીં. ના ભણે એ ધર્માભાસ, કારણ કે ધર્મની વૈજના માનવીના આત્મહિત માટે, સહૃદયતા ને સદ્દગુણો વિકસાવવા માટે જ છે. કયો ધમ એનો વિરોધ કરશે?” રાજન ! પુરાણ ઇતિહાસ કેમ ભુલાશે ? કેટલાં મંદિર તૂટયાં? કેટલી મૂર્તિઓ નષ્ટ થઈ? કેટલાંને પરધર્મમાં વટલાવ્યાં ? કેટકેટલી આપત્તિઓ આવી?” દરેક વિજેતા પિતાની સાથે એક યા બીજા રૂપમાં આપત્તિ લાવે છે. સબળ પોતાને સ્વાર્થે નિર્બળને કચરે છે. હું પણ મંદિર, તીર્થ ને મૂર્તિઓને પૂજારી છું. હું અંધશ્રદ્ધા ધરાવતો હોઉં તો પણ ધર્મઝનૂન પાગલ બનાવે, પણ હું તો ઇતિહાસને વાંચીને વિચારનારો છું. મહત્વાકાંક્ષી મુસલમાને હિંદમાં આવ્યા ત્યારે એકલા હતા. આ પારકી ભૂમિમાં એમનું પોતાનું કોણ? ને એષણાઓ મહારાજ્યનીઃ ૩૬૯ ૨૪ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394