Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 385
________________ મંદિરના અવશેષો જોઉં છું. એ સુંદર સ્તંભ, આબુ–દેલવાડા જેવી સુંદર કૃતિઓ ને સુંદર ચિત્રાવલિઓ, મને લાગે છે, કે એને તો બાદશાહ કુતુબુદ્દીને સુંદર ઉપયોગ કર્યો. જગતબંઘ શિલ્પ એને સ્નેહાળ બનાવ્યા હશે; પણ કેવળ એક રાજાના રાજ્યકાળની તક લઈને ખડાં થનાર આવાં કાર્યો કેટલાં વર્ષ જીવે ? કોઈ રાજાના કીર્તિસ્તંભન કુતુબમિનાર બનેલ એ મિનારો કદાચ આવતી કાલો “હેમમંદિર' બને, પણ તેથી શું ? ઉંદર-બિલાડીના આ સુલક ખેલ ક્યારે બંધ થાય ? એકબીજાની હિણપતમાંથી મેટાઈ માણવાની વૃત્તિ ક્યારે એસરે ?' હેમરાજજીની મોટી પાંપણે લંબાઈને ક્ષિતિજ માથે સ્થિર થઈ ગઈ હતી. આકાશ વધુ ને વધુ રક્તરંગી બનતું જતું હતું. જતિજી મહારાજ, એક દહાડો વિક્રમાદિત્ય બનવાની પ્રેરણ તમે જ પાયેલી. જન્મને કોઈ વિધિલેખ મને એ તરફ ઘસડતો હતો જ. ઘણાને મારું રાજતિલક સ્વામિદ્રોહ સમું ભાસશે. પણ જીવનને કોઈ અદશ્ય નાદ મને હમેશાં ડેલાવતો રહેતો હતો. જેમ આજ રજપૂતાઈ રબાઈ ગઈ એમ અફઘાન તાજ પણ ઝંખવાણે છે. મેં આ કાર્ય ન કર્યું હોત તો સંસારમાં સદા બનતું આવ્યું છે તેમ બેની લડાઈમાં ત્રીજો ફાવી જાત. રાજકર્તાએની નાદાની મને પીડી રહી હતી. ઈચ્છા કર્યા કરતો, વિચારવમળમાં અટવાયા કરતો કે શું કરું તો આર્યાવર્તના ડગમગી ઊઠેલા પાયા ફરી સ્થિર થાય. તમારી નજરે મુસ્લિમો પરદેશી હશે, મેં એમને શક, હૂણ ને કુશાનની જેમ આપણામાં જ મળેલા કયા છે. નદીઓ ભલે ભિન્ન હોય, એને પોતાના ઉદરમાં સમાવી દેવા શક્તિમાન, મર્યાદાવાન સાગર તૈયાર હોય પછી શી આપદા કે કેટલી નદીઓનાં નીર એમાં આવે છે ? ધર્મે ભિન્ન, પણ દેશે એક એવા તેઓને મેં જીવનભુ આ ભૂમિમાં જ શરૂ કરતા ને સમાપ્ત કરતા ૩૬૮ : એષણાએ મહારાજ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394