________________
જે વીરત્વને આદર્શ દરેક સ્વીકારશે, તો હિંસાને માર્ગ મોકળો થશે. શસ્ત્રોની ઝપાઝપી, ખૂન, મારકૂટ વધી જશે.”
એમ નથી. શસ્ત્રોની ઝપાઝપી એ તો દેખાવની છે. મૂળ તો અંદર સજીવન થયેલી મનની ઝપાઝપીની એ પારાશીશી છે. શસ્ત્રહીન સશસ્ત્ર સાથે લડવા કોઈ ત્રીજાને શોધશે, કારણ કે જે મન ઝપાઝપીમાં જ સંતુષ્ટ હશે તો તેનાથી બેસી નહીં રહેવાય, અને એ વખતે હિંસાનું વર્તુલ બે જણાથી વધી ત્રણ જણનું થશે, ને એમ એ આગળ વધશે. પોતે ખાધેલું પોતાની જઠરાશિથી જ પચાવી શકાય, બાહ્ય અગ્નિ એમાં મદદ ન કરી શકે. એમ કુદરતે જન્મ સાથે દરેકને સ્વરક્ષણની સંજ્ઞા આપી છે. એ સંજ્ઞાને વિકસાવવાની જરૂર છે. વીરતા વિનાના આદમીને, વીરતા વિનાના ધર્મને, ગમે ત્યારે ગમે તે રગદોળી શકે છે. વીર હશે એ જ ધીર બનશે. મહારાજ, મારા અનુભવનું સત્ય કહું? જે ધર્મના ઉપાસકે વીરવના તણખા હશે, તો એ ધર્મને કોઈ રાજ્યાશ્રયની પણ જરૂર નહીં રહે. ગમે તેવો રાજા એને ખુશ કરવામાં પોતાની સલામતી ભાનશે. એટલે જ આજે તો દુશ્મન ગણતા હે એની પાસેથી પણ ઘણું બોધપાઠ ગ્રહણ કરવા જેવા છે. તિરસ્કાર, મતભેદ કંઈ સારું પરિણામ નહીં લાવે.”
“અને એ રીતે હાથ મિલાપમાં મુસ્લિમે મજબૂત નહીં બને ?”
ભલે બને. આપણે મજબૂત ને સબળ હઈશું તો બીજા સબળની શી પરવા? પાણીમાં સહુ હાથ નાખી શકે, અગ્નિમાં કોઈ હાથ નાખે છે ? બને અગ્નિ સમા જાજ્વલ્યમાન હશે તો પછી કોને કોને ડર રહેશે? અને નિર્બળ હજાર પ્રયત્ન કરશે, તો પણ તેના પર સબળ હકૂમત કરવાને જ. મુનિજી, આપ તો સંસારધર્મોના પારગામી છે. ઇસ્લામના પૂજારીઓમાં જે એકદિલી છે એ આપણુમાં કેમ નથી ? શુરવીરતા તો આપણુમાં છે, પણ
૩૬૬ - એષણાઓ મહારાજ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org