________________
“ શા માટે નહીં રક્ષાય? મહારાજ વિક્રમાદિત્ય જેવા સમય નરકેસરી બેઠાં કેમ નહી રક્ષાય?”
ધર્મશાસ્ત્રના અનુભવી, જીવનની ક્ષણભંગુરતાના પરમ ઉપાસક આપ કો ભૂલે છે કે એક માનવીનું આયખું કેટલું ? એક આયખામાં રોગ, શોક ને સંતાપ, રાજકાજ ને યુદ્ધને વખત કેટલો ? માનવી પર નિર્ભર રહેતું મહારાજ્ય જોતજોતામાં વિનાશ પામે છે. જે આવી કઈ સ્નેહસંબંધની જંજીરો નહીં બાંધીએ તે વંશે વંશે વીરપુરુષ જોઈશે. પગલે પગલે મારા-તારાની ભ્રમજાળો ભેદવી પડશે. ભરોસે, વિશ્વાસ ને વહાલપની દુનિયા બહુ નાની પડી જશે. મારી આંખે તો ચોખ્ખું ભાસે છે કે એક જ બગીચામાં ઊગી આવેલાં બે વૃક્ષોએ જીવવાનું ધોરણ સમાન કરવું પડશે.”
લીમડા ને આwતરુ કેમ સમાન બનશે? એક કડવો, એક મીઠે. હિંદુએ આજ આર્યાવર્ત આર્યનું કરવા ચાહે છે. તેઓ રાજા પૃથ્વીરાજને ફરીથી યાદ કરે છે.”
માફ કરશે મહારાજ ! સહુ સહુનો ધર્મ સહુ પાળે એ મને ગમે તેવી વસ્તુ છે, પણ આર્યોનું આર્યાવર્ત એટલે શું? એ રીતે મને મારા મિત્રે, વફાદાર સૈનિકોને દ્રોહી બનાવવા ઈચ્છતા હે તો એ અયોગ્ય થશે. રાજકાજમાં પડેલાનાં પાપ કંઈ ઓછી નથી. કેટલાંય વધ્યાં, પરોવ્ય, સંહાર્યા, ગૌચરને અગૌચર કર્યા, સધવાને વિધવા કરી, સનાથને અનાથ કર્યા, મૃત્યુનાં ઘર વાવેતર કર્યા. હવે આજની મારી એષણ અનેરી છે. ભારતભૂમિ કહે, આર્યાવર્ત કહે કે હિંદુસ્થાન કહે : એમાં જે આવ્યા, વસ્યા, વસીને એને માટે આત્મભોગ આપે એ સહુ એનાં. કેઈ વહાલાં કે દવલાં નહિ. હિમાદ્રિ સહુને નવનિધ આપે, ચંદ્ર સહુને અમૃત આપે, સૂર્ય સહુને તેજ આપે, ધેનુઓ સહુને ધૃત આપે, ક્ષેત્ર સહુને ધાન્ય આપે, રાજ સહુને રક્ષણ આપે, ધર્મ સહુને શાંતિ આપે.” ૩૬૪ : એષણાઓ મહારાજ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org