________________
હતા ને વિશાળ લલાટ પર તિલક કરેલું હતું. કોઈ દુર્ગના દ્વારા જેવું વિશાળ વક્ષસ્થલ, મેટી પ્રચંડ ભુજાઓ ને સદા ટટાર રહેતું મસ્તક વીરરસની મૂર્તિમંત પ્રતિભાને પ્રત્યક્ષ કરતું હતું.
મહારાજ હેમરાજની પછી વીર સેનાપતિ શાદીખાનને હાથી હતો. શાદીખાનને કરડે ચહેરો જોવા માત્રથી સત્તા જમાવે તેવો લાગતો હતો. શાદીખાનની પછી યુગરાજજીનો હાથી હતો. નાને છેલછબીલે આ કુમાર સ્વર્ગના કેઈ દેવતાની યાદ આપતો હતો. આ પછી જુદા જુદા હાથી પર બેઠેલા પ્રચંડ યોદ્ધાઓ હતા. આ એકએક યોદ્ધો એકએક સૈન્ય એટલે હિંમતવાન, સાહસી ને ઘર નહતો.
ગજસેના પછી ત્રામજાળ, ડોળીઓ, સુખાસનો ને પાલખીઓ હતી. સવારી મંદમંદ ગતિએ આગળ વધી રહી હતી. સ્થળે સ્થળે શ્રેષ્ઠ ગોત્રીડાના કળશ ધારણ કરેલી કન્યાઓ સોના–મોતીના ફૂલડે વધાવતી હતી. દેશદેશમાંથી મંત્રીઓ, સામતે, નગરજનો આ રાજ્યારોહણું નીરખવા આવ્યા હતા. ભાટ–ચારણે દિલ્હીશ્વર બનનાર રાજવીઓની ગુણગાથા ગાતા ફરતા હતા. વર્ષો પછી એક હિંદુ રાજવી દિલ્હીના સિંહાસને આવતો હતો.
તેઓ કવિતા ગાતા ગાતા પુરાણો ઈતિહાસ સજીવન કરતા હતા.
ભાટચારણોની કવિત્વશક્તિ ખીલતી જતી હતી. વાજિંત્રોના નાદ તેમને ઉત્તેજિત કરી રહ્યા હતા. મહારાજ હેમરાજના હાથીની અંબાડી ફૂલહાર ને સુવર્ણ અક્ષત તથા મેતીથી ઊભરાતી જતી હતી. જયજયનાદથી દિશાઓ ગાજતી જતી હતી.
રાજ સવારી રાજપ્રાસાદમાં આવી પહોંચી હતી. રાજ્યાભિપેકની સર્વ સામગ્રી તૈયાર હતી. ગંગાજળ, પંચામૃત ને હેમહવન શિયાર હતાં. થોડીવારમાં મહારાજ હેમરાજ ને મહારાણી કુંદનદેવીની
| વિક્રમાદિત્ય : ૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org