________________
અધૂરું સ્વપ્ન આજ પૂરું કરવાનું મારા નસીબે આવ્યું. મરહૂમ શહેનશાહનું પેલું પુરાણું વાક્ય મારે પણ કહેવું જોઈએ કે રાજ્યની અમરતા ને શાશ્વત સાર્વભૌમતા કોઈને પ્રાપ્ત થઈ નથી. હમેશ સુધીનું રાજ પદ અને સદા ટકે એવી બાદશાહી તો માત્ર ઈશ્વરની
?
મારા વહાલા પ્રજાજન, કાઈ ઈશ્વરી સંકેત જ હશે કે મારે આ રાજસત્ર ગ્રહણ કરવું. તમે બધા જાણે છે કે હું તો તમારા શહેરને એક ઝવેરી છું. આ જ શહેરનાં અન્ન-જળે મને સામ્રાજ્યનાં સ્વપ્ન આપ્યાં છે. આજે ઝવેરી બની જગસંધાન કરવા આવ્યો છું. હું તો છું હીરાપારખું! મારા હીરા તમે જોયો જ હશે.” મહારાજ હેમુજીએ પોતાની બંને બાજુ અદબથી ઊભેલા પોતાના દ્ધાએ સામે નજર નેધી.
પ્રજાજનો! અદલઇન્સાફ, આંતરિક શક્તિ ને આબાદી એ મારું ધ્યેય છે. હિંદુ ને મુસલમાન બંને મારા છે, જૈન, શિવ ને બ્રાહ્મણ મારા છે. હિન્દની ભૂમિને પિતાની માનનારા સહુ મારા છે. માણસ પોતાની બે આંખમાં કોને તરછોડે? ધનિકોનું ધન, સ્ત્રીઓનું શિયળ, ખેડૂતોની જમીન ને ગરીબનાં અન્નપાણઃ આટલું સચવાય તોય એક રાજવીએ ઘણું કર્યું લેખાય. બ્રાહ્મણનું અધ્યયન, વેપારીને વેપાર ને મુરિલમોનો ધર્મ: એનું રક્ષણ એ મારી ફરજ છે. હિન્દની સંસ્કૃતિના અનેક રંગ ને અનેક ખૂબીઓ છે. અનેક પંથ ને બહુવિધ મતભેદ છે. એ સાર્વજનિક સંધાન કરવાની મારી આજની આકાંક્ષા છે. વિશ્વાસ રાખશો કે જૈન, વૈષ્ણવ, શૈવ કે ઈસ્લામીના ભેદે રાજકારણે નહીં સ્પર્શે !
એ પણ યાદ રાખજો કે એક રાજાની ફરજ કેવળ દેશ છતી લીધે પૂર્ણ થતી નથી. વિજય એ એક વાત છે, ને જિતાયેલા દેશ પર ન્યાય ને ધર્મપૂર્વક રાજ્ય કરવું એ બીજી વાત છે. સંસારનું ૩૬૦ : વિક્રમાદિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org