________________
આમ અષ્ટાહિકા મહત્સવના દિવસે પૂરા થયા હતા. ને રાજ્યાભિષેકને દિવસ આવી પહોંચ્યો હતો. દિલ્હી નગરી આજે માનવપૂરથી વ્યાપ્ત બની ગાજી રહી હતી.
રાજ્યારોહણ અર્થે નગરપ્રવેશનું મુહૂર્ત જેમ જેમ નજીક આવી રહ્યું હતું, તેમ તેમ વાજિત્રેના નાદ વધતા જતા હતા. દિલ્હીની દુનિયા વિધવિધ જાતનાં વાજિંત્રોના નાદમાં ગાજી ઊઠી. હતી. કિલ્લાનો બુરજેબુરજ, દરવાજે દરવાજો અપૂર્વ શોભા ધરી બેઠો હતો. રાજ ભેજના જેવા શહેનશાહ શેરશાહના પ્રિય મિત્ર, વિરવર હેમરાજને કોણ જાણતું નહોતું ? કેણુ પિછાનતું નહતું ?
યથાસમયે નાબતો ગડગડી ઊઠી. કિલ્લાની દીવાલ પરની તોતિંગ તો ગર્જવા લાગી ને જયજયકારના વનિ સાથે નગરપ્રવેશ શરૂ થયો. શરણાઈ, રણુતૂર, ઢોલ, નગારાંની પાછળ અશ્વમેધ યજ્ઞના જેવા બે પંચકલ્યાણ અશ્વો થનગન થનગન નાચતા આવતા જેવાયા. એમની પહેલી મખમલી પીઠ પર કોઈ અસવાર નહોતો. ઝડા, નિશાન, સોનેરી વાવટા ને વિધવિધ શસ્ત્રોથી એ શણગારેલા હતા. એની પાછળ મોટી મોટી ખૂંધવાળા બળદેથી ખેંચાતું તોપખાનું હતું. એની પાછળ ઊંટસવાર હતા ને ઊંટ પર મુકાતી પચરંગી વાવટાઓથી શણગારેલી જંજાલે હતી. ઊંટસવારની પછી પાયદળ સૈનિકે ચાલતા હતા. પહાડ જેવા અફઘાન–પઠાણે, ઊંચા તાડ જેવા બલૂચી-ખોરાસાની, શિવગણ જેવા ભયંકર મેવાતી, રણદેવતા જેવા રજપૂતો ને મારવાડી યુદ્ધાએ શસ્ત્રસજજ ચાલતા હતા.
આ પછી પિતાના ખરીના પ્રહારથી ધરતી ધ્રુજાવતા કોતલ ઘેડાના અસવાર હતા. એમના ભાલા પર પચરંગી નેજા ફરફરતાં હતાં. એમના અબલખ ઘોડાઓ જાણે જુદ્ધે ચઢળ્યા હોય એમ નાટારંભ કરતા હતા. એમને રેશમી ને કીમતી સાજસરંજામ ને સિંહસમી કેશવાળી નયનાભિરામ હતાં.
વિક્રમાદિત્ય : ૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org