________________
પાકારતા હતા. મેધરાજના છાંટેલા રાજમાર્ગો ને શેરીઓ પર પુરકન્યાઓ ઇન્દ્રધનુ જેવાં પટકુલ પડેરી, હીરામેાતીની દામણીએ બાંધી, રંગાળી ને સાથિયા પૂરતી હતી, આસાપાલવનાં તારણા આંધતી હતી, ને પુષ્પાના હારતારાએ ગૂ ંથતી હતી.
નગરજને કેળના સ્તંભાથી તે ખજૂરીનાં પાનથી નાના નાના ગધમડપેા ઊભા કરી, હારતારાથી એની રચનામાં નૈપુણ્ય દાખવતા હતા. કુંકુમાયા માર્ગ પર કેંસરનાં છાંટણાં કરવામાં આવ્યાં હતાં. દુકાનામાં હીરાગળ, રેશમી, કસબી વઓની બિછાયત કરી મેાતીમાણેકથી દુકાના શણગારી હતી. કેસર, ચંદન ને સુગંધી ધૂપ-દીપથી મધમધતા જરિયાની મ`ડપેા રચવામાં આવ્યા હતા. જ્યાં કુસુમકી જેવી મુગ્ધાએ હાથમાં પુષ્પ, ને ચંદન લઈ માતી ને સુવર્ણ અક્ષતે હેમુજીને વધાવવા સજ્જ થઈ ઊભી હતી. ઊગતી ઉષાની લાલિમા શા એમના દેહ આપતા હતા.
આર્યાવત ના રાજવીએના ઇતિહાસમાં આ નવીન ઘટના હતી. વેદપઠન, યજનયાજન જેમ બ્રાહ્મણેા માટે નિશ્ચિત હતુ તેમ રાજ્યા ભિષેક તે રાજપદ ક્ષત્રિયા માટે સુરક્ષિત હતું. રાય પિથૌરા (રાજા પૃથ્વીરાજ ) પછી દિલ્હીના ભાગ્યાકાશમાંથી આથમેલા હિંદુ રાજાએ પછી, આજે આ વીર એક હિન્દુરાજા તરીકે આવતા હતા. પણુ વિક્ષેપ માત્ર એટલે જ હતા કે એ ક્ષત્રિય નહેાતા; એક શ્રાવક–જૈન અનિયેા હતેા. એક જૈન રાજા અને એ કેમ ચાલે ? ક્ષત્રિયા એની સેવા કેમ કરે? બ્રાહ્મણા એને જયધ્વનિ કેમ ઉચ્ચારે?
પશુ નિષ્ણાત વેદપાઠીઓએ આ ગૂંચ ઉકેલી નાખી હતી. તેઓએ હેમરાજજીની વશાલ શેાધી કાઢી. ઇંદા પડિહારાનું કુલ તે રાજા નાનુદેવજી સાથે સંબંધ સ્પષ્ટ કર્યાં હતેા.* રાઠોડ વંશના સાથે × છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક વખતે આ જાતના પ્રશ્ન ઊઠેલે ને આ રીતે સમાધાન કરવામાં આવેલું.
૨૩ Jain Education International
વિક્રમાદ્વિત્ય : ૩૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org