________________
વિક્રમાદિત્ય
૩૨ પાંની પાટનગરી, તુવાર ને ચૌહાણની રાજનગરી દિલ્હી આજે ફરી એક વાર સૌભાગ્યનો શૃંગાર સજી રહી હતી. શેરીએ શેરી રણુતૂર, શરણાઈ ને રણભેરીના નાદથી ગુંજી રહી હતી. ગલીએ ગલી હર્ષના આવેશમાં ગીત, વાઘ ને નૃત્યથી ગુલજાર બની બેઠી હતી.
અપ્રતિથિવિજેતા, વિરકુલચૂડામણિ, મલિક મુઆઝિમ, અલી જહાં રાજરાજેશ્વર મહારાજાધિરાજ “હેમુ આજ “વિક્રમાદિત્ય'નું બિરુદ ધારણ કરી દિલ્હીના સિંહાસને બિરાજતા હતા. ભાટચારણોએ ગળાં વહેતાં મૂક્યાં હતાં. વૈતાલિકોએ વહેલી પરોઢથી સુંદર સરોદે ચોઘડિયાં શરૂ કરી પ્રજાને જાગ્રત કરી હતી મંગળ ગીત ગાતા બંદીજનો સિંધૂડા રાગમાં રાજરંગનો ઉત્કર્ષ આણતા હતા.
દિવસો સુધી તરસાવતી રહેલી આકાશની જલભરી વાદળીઓ આખી રાત વરસી હતી. મેરલાઓ ઊંચી ડાળે ને મહાલયના શિખરે બેસી ટહૂકા પાડતા નેકી
૩૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org