________________
એમના ખાનદાનને મેળ મેળવી દીધો હતો. આમ કુળને લગતી એક મુશ્કેલી દૂર કરવામાં આવી હતી ને જ્યારે ધર્મો જૈન પણ કુળથી રાઠેડવંશી હેમરાજજીની રાજ્યાભિષેક–પત્રિકા દેશદેશાવરમાં પાઠવવામાં આવી ત્યારે મોટા મોટા ઋત્વિજે, વેદપાઠીઓ, અગ્નિહેત્રીઓ, સામવેદીએ દિલ્હીના આંગણે આવી ઊતર્યા હતા. રાજરજવાડાં, સગાંસંબંધી, પંડિત–ઉલેમા બધાથી જમનાનાં જળ જાગી ઊઠયાં હતાં.
શાસ્ત્રોક્ત પદ્ધતિથી રાજ્યાભિષેક ઊજવવાની આશા પત્રિકા બહાર પડી હતી. દિવસોથી હોમહવન, મંગળપાઠ ને શાંતિસ્નાત્રો ચાલુ હતાં. એને મન હિન્દુ-મુસ્લિમ ભેદ નહોતા. એને જૈન, વૈષ્ણવ કે વિ પ્રત્યે કદાગ્રહ નહોતો જ. સર્વધર્મ પ્રજ સંતુષ્ટ થાય એ રીતે રાજ્યાભિષેક ઊજવવાને હતો.
રાજમહાલયના પ્રાંગણમાં દેવદેવતાનાં પૂજન-અર્ચન ચાલુ હતાં. સદાવ્રતો ખૂલી ગયાં હતાં. બ્રહ્મભોજન ચાલી રહ્યાં હતાં ગરીબગરબાને ભેદભાવ વગર દાન–ખેરાત અપાઈ રહ્યાં હતાં. મંદિરને મરિજદ, એક જ ભાવે આરાધાઈ રહ્યાં હતાં.
અષ્ટાહિકા (આઠ દિવસને મહોત્સવ) ચાલુ થયો હતો. બે દિવસની વ્રતબંધવિધિ, એ પછી રજેરજની લુપ્તવિધિ, આનુષંગિક વિધિ, પુણ્યાહવાચન, યજ્ઞ ને શાંતિ ચાલતાં હતાં. જાતજાતના દેવને જાતજાતની સિદ્ધિ-ઋદ્ધિ માટે આમંત્રવામાં આવતા હતા. શક્તિ માટે સવિતા, કૌટુંબિક સુખ માટે અગ્નિ, વનરક્ષા ને બળ માટે સોમદેવ, સાજવહીવટી સામર્થ્ય માટે ઇદ્રદેવ, જનપદરક્ષા માટે રુદ્ર, સત્ય માટે મિત્ર ને ન્યાય માટે વરુણદેવનું પૂજન-અર્ચન ચાલતું હતું. વ્યાઘ્રચર્મ પર ઊભા રહી મહારાજ હેમરાજજી વ્રત લેતા હતા?
સત્યં સર્વ, સત્યે ધમઃ सत्यानृते वरुणः सत्य राजा ।
૩૫૪ : વિક્રમાદિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org