________________
ઘેાડેસવારેાની પછી ગજસવારે। હતા. મદઝરતા માતંગીની શ્રેણીઓ દુશ્મનદળને જોવા માત્રથી કપાવી નાખતી હતી. આ એક એક હાથી ગજયુદ્ધ-કલાકુશળ વિક્રમાદિત્ય મહારાજ હેમરાજના હાથે કેળવાયેલ હતેા. હાથી પરની મણિરત્નજડિત પાખરા-અંબાડીએ ઊગતા સૂર્યના પ્રકાશમાં નાહી રહી હતી. એમના ગંડસ્થળ પર સિ ંદૂરની અર્ચાએ હતી, તે ગળામાં ધાંટા ને ધૂધરમાળ ગાજતી હતી. પ્રત્યેક મહાવતે પેાતાના જીવનાધાર પ્રાણીને અનેકવિધ ચિત્ર વલિએથી અંકિત કર્યું. હતુ..
સહુ પ્રથમ યુદ્ધનીતિનિપુણ ગજરાજકેશરી ‘ હવા ' મદભર્યાં ચાલતા હતા. સેાનારૂપાની સાંકળા, કીમતી મણિમય રત્નજડિત અબાડી ને સુવણૅધટાથી એ શેાલતેા હતેા. એના પર મહારાજાધિરાજ વિક્રમાદિત્ય હેમરાજ બેઠા હતા. ગાખ તે ઝરૂખા, વાતાયને તે વિદ્વારા હજાર હજાર આંખે આ અદ્ભુત ચૈાહા તરફ જોઈ રહ્યાં. હતાં. જ’ગેમેદાનના જાદુગર, મહારથી કર્ણ જેવા આ શૂરવીર પુરુષને સગી આંખે નિહાળવા એ જીવનનુ ખરેખર સદ્ભાગ્ય હતું. હિંદુ કે મુસ્લિમ, જૈન કે શવ અઢારે વર્ણ એકસરખી આંખે આ યાદ્દાને નીરખી રહી હતી.
:
વીરવર હેમરાજજી રાજવ'શી ગૌરવથી ચારેતરફ ધીરી નજર નાખતા જયજયધ્વનિ સ્વીકારતા હતા. એમની આંખા જાં કરતી ત્યાં જાણે જાદુ થઈ જતું. આ જ ગેમ પુરુષ વિષે જાતજાતની, ભય'કર ચહેરામહારાની, પ્રેતપિચાશ જેવી કાયાની કલ્પના કરનારા નમણી, સુંદર, પ્રતાપી દેહછંખી નીરખી આશ્ચર્યાન્વિત બની જતા હતા. એમણે મસ્તક પર મણિરત્નજડથો સુવર્ણ મુકુટ મૂકયો હતેા. કાનમાં બહુમૂલ્ય કુંડળા ધારણ કર્યાં હતાં. એ હાથે કીમતી બાજુઅંધ અંધ્યા હતા. હાથની દશે આંગળીએ ન કલ્પી શકાય તેટલી કીમતની મુદ્રા ધારણ કરી હતી. હાથમાં શ્રેષ્ઠ વીરકોંકણુ પહેર્યાં
૩૫૬ : વિક્રમાદિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org