________________
બેશુદ્ધ થયો. સહુ એને ઉઠાવીને દૌલત ખાનામાં લઈ ગયા. મહારાજ, સિપેહસાલાર તારદીબેગ ત્યાં હતા. એમણે શહેનશાહને ગુપ્ત ખંડમાં રાખ્યા, ને તેના સમાચાર બહેરામખાન તથા શાહજાદા અકબરને કહેવરાવ્યા.”
“કાણુ અકબર? બહેરામ ખાન સાથે પંજાબના પહાડોમાં સિંકદરખાં સૂર સાથે લડતો ફરે છે તે, પેલે હુમાયુને છોકરો ?”
“હા મહારાજ ! છેક હેશિયાર છે.”
“ જરૂર, મોટા માણસના છોકરા કદી નાના ને બિનહશિયર હતા જ નથી. એ તો જન્મે ત્યારથી મહાન ને કંઈ કંઈ હેય છે. હ, પછી શું થયું?” હેમુજીના શબ્દોમાં વ્યંગ ને બેદરકારી તરવરતાં હતાં.
“સિપેહસાલાર તારદીબેગ ખૂબ હેશિયાર ! એમણે બાદશાહને ચાર દિવસ સુધી જીવતા જાહેર કર્યા, મુખાકૃતિમાં બરાબર મળતા આવતા “શકેલી' નામના રાજકવિને હુમાયુનાં વસ્ત્રો પહેરાવી અગાસીમાંથી ને દીવાને આમમાંથી પ્રજાની સલામી લેવરાવી. બંડ જાગી જાય તેમ હતું, પણ એણે અજબ સિફતથી કામ લીધું. બીજી તરફ બહેરામખાને પંજાબના કલાકૂર ગામના ગોંદરે બાળક અકબરને માથે તૈમૂરી તાજ પહેરાવી હિંદને બાદશાહ જાહેર કર્યો. બસ! આ સમાચારની જ વાર હતી. આ સમાચાર દિલ્હી પહોંચ્યા ને બાદશાહના મૃત્યુના સમાચાર જાહેર થયા.”
“બિચારો હુમાયુ ! અરે, ગરીબનું નસીબ પણ ગરીબ ! જિંદગીભર આંટાફેરા મારતો રહ્યો, ને સુખની ઘડીઓ આવતી લાગી ત્યારે આ દશા !' હેમરાજજીએ થોડી વાર આકાશ સામે નજર નાખી. જાણે ત્યાં રહેલી અદશ્ય ભાગ્યપોથીના પાનાં વાંચવા ઈચ્છતા હતા.
ભલે આદમી હતો. એક પણ હતો. બિચારે બંધુ પ્રેમમાં ૩૪૪ ઃ આગ્રા-દિલ્હી ઝડપાયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org