________________
“કોણ હેમુ ? આદિલશાહને વછરેઆઝમ ! પેલે બકાલ, બનિયે, દૂસર !” બેલનાર દિલની દાઝ કાઢતો હતો.
હા, હા, બકાલ, બનિયો, તૂસર ! અરે, વાતવાતમાં ત્રણ ત્રણ તાજધારીઓને ખુદ એણે કાઢી નાખે છે. ગ્વાલિયર કબજે કરીને, મંગલેને મૃત્યુદૂત બનીને, આવતો એ દૂસર જોયો છે ? એ ભાઈ, બીજા જંઘીસખાન જેવા હેમુને કદી ખ્યાબમાં પણ નિહાળ્યા છે? મીરઝા સાહેબ, એ મારા તમારા જેવો માટી–પાણીનો બનેલો. નથી, પથ્થર ને પોલાદને બનેલું છે. એના પંજા ને દાંત વરુના જેવા કાતિલ ને ફાડી ખાનારા છે. એની તલવાર વિજળી જેવી ઝડપી છે ને બંદૂકની ગોળી મતના દૂત જેવી છે. એ ધારે ત્યાં જઈને બેસે છે, એને ભાલે પહાડની છાતી વધે છે, ને એના મિાનદાર હાથીની ગજેનાથી ધરતી હાલી ઊઠે છે. અને એનું લશ્કર જોયું છે ? આગમાં પડવું સારું, પણ એના હાથમાં પડવું ભૂંડું, એ જાલિમ છે.”
ભાગ, બાપરે હેમુ આવે ! અરે, કાળ આવ્યો.” આગ્રાના કિલ્લામાંથી સિપાહીઓ ઝડપથી બહાર નીકળી નાસતા હતા.
હેમને સેનાપતિ શાદીખાન શેડા જોજન પર જ છે. તેને પાછળ હેમુ વીજળીઓ ચમકાવતે આવી રહ્યો છે. ત્રીસ હજારની સેના સાથે છે,” કહેનાર વાત પૂરી કરતો ન કરતો ને ઘોડે દેડાવી મૂકો.
પણ અરે સુબેદાર સિકંદરખાં ઉઝબેગ ક્યાં ?'
અરે, મૂખ તમે છે, સિકંદરખાં નથી. નાહક કપાઈ મર્યો શો ફાયદો? એ તો લશ્કર સાથે આગ્રા સૂનું મૂકીને ચાલી ગયા.” ને આ વાત સાંભળી મહામહેનતે હિંમત બાંધીને ઊભેલા પણ ભાગ્યા.
આગ્રાના બુરજ નિર્દેશ હતા. તોપોએ અમારિનું વ્રત લીધું હતું. કિલ્લે તો પિતાના હૃદયનાં દ્વાર ખુલ્લા મૂકી સ્વાગત કરવા ખડો હતો ૩૪૨ ઃ આગ્રા-દિલ્હી ઝડપાયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org