________________
ખાઈનાં પાણી શાંત લહરીઓ જગાવતાં સંગીત છેડી રહ્યાં હતાં. આગ્રા કઈ શાપિત નગરી બની ગઈ હતી.
હેમુજીના સેનાપતિ શાદીખાનના ઘોડાઓ શહેરમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં સામને કરનાર કોઈ નહોતું. નાગરિક પ્રજા સ્વાગત કરવા ખડી હતી, કારણ કે તેને યુદ્ધ જોઈતું નહતું, અન્ન જોઈતું હતું ! તે લશ્કરોએ સફાચટ કરેલા ભંડાર ભરવા માગતી હતી. થોડીવારમાં અફઘાન સેનાએ કિલ્લાનો કબજો લઈ લીધો. સૂરવંશી વાવટો આકાશમાં ફડાકા બોલાવવા લાગ્યો.
મહારથી હેમુજી પોતાની ગજસેના ને ચુનંદા લશ્કર સાથે ધીરે ધીરે પાછળ આવી રહ્યા હતા. એમના જાસૂસો હિંદભરના સમાચાર લાવીને ઢગલો કરતા જતા હતા. કાસદો ઉપરાઉપરી છૂટતા હતા. અચાનક એક કાસદે આવી ખબર આપ્યા :
માલિક, ભલા મેગલ બાદશાહ હુમાયુના આત્માનું પંખી, ઈશ્વરના તેડાને માન આપી, વર્ગના માળા તરફ ઊડી ગયું.”
કણ, મોગલ બાદશાહ હુમાયુ ગુજરી ગયા ?”
“હા, મારા માલિક, સાતમી રબ્બીઉલ અવ્વલના દિને બાદશાહ હુમાયુ દિલ્હીમાં દૌલતખાના પાસેની મરિજદની અગાસીમાં બેઠો બેઠે કિતાબ પઢતો હતો. સંધ્યાકાળનાં અંધારાં ઊતરી રહ્યાં હતાં. નમાજ પઢવા માટે દાદર પર ઊતરતાં અઝાન (બાંગ)ના શબ્દ સંભળાયા. આ શબ્દોને આદર દેવા ખાતર, ચુસ્ત ઇસ્લામી તરીકે એ જ્યાં હતો ત્યાં–દાદર પર જ બેસી ગયા. અઝાન પૂરી થઈને નીચે ઊતરવા ગયા ત્યાં તેના હાથની લાકડીનો છેડો શરીરનાં વસ્ત્રોમાં ભરાયે, ને શરીરના ભારથી પગ ખરો. દાદર પથરનો હતો. કાનની નીચેના ભાગમાં દાદરનો ખૂણે વાગ્યે. લોહીનાં થોડાં ટીપાં નીકળ્યાં, ને એ • હિજરી સનને ત્રીજો મહિનો.
આગ્રા-દિલહી ઝડપાયાં ૨ ૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org