________________
મૂકેલો. બીજા અમીર-ઉમરાવોના છોકરાઓ સાથે બાકરી બાંધતાં મેં જ શીખવેલ. તે મારી મુરાદ પૂરી કરી. તે મારી શિક્ષાને સેએ સે ટકા સંપૂર્ણ કરી. પુત્રત શિષ્યાત્ છત પરાજયમા એ પરાજયે જ મને ડરાવ્યો. મેં તને વાર્યો. હિન્દુસ્તાનના રાજરંગ વિચિત્ર બનતો ચાલ્યો. ક્ષત્રિયોની શૌર્ય જ્યોત દિનદિન બુઝાતી ભાળી. ખંજર, જૂરો, કટારીની એ દુનિયાથી તે તું ડરતાં શીખ્યો નહોતો, પણ તારી નિર્ભયતાએ જ મારા મનમાં ભય પેદા કર્યો. કદાચ કોઈ કાતિલની છૂરી...' દિલમાં આ શબ્દ બોલતાં ધ્રુજારી આવી ગઈ
પિતાજી, છૂરી ને ખંજર શું કરી શકે ? માણસને કદાચ મારી શકે, માણસના તેજને, તમન્નાને ન મારી શકે. મરવું તે છે જ, પણ મૃત્યુને ઉત્સવ ઊજવાય એવું મૃત્યુ માણવું છે. પિતાજી સાચે જૈન કે સાચો હિન્દુ તો કદી મોતથી ન ડરે. એને માટે તો પુનર્જન્મ છે, છે ને છે જ. મોત કરતાં અપકીર્તિ, અપમાન, કાયરતા માણસને જલદી મારી નાખે છે. અત્યાર સુધી રણે ચડતે, તે કેવળ મિત્રધર્મ અદા કરવા. આજ હિંદદેશના એક સપૂત તરીકને ધર્મ અદા કરવા મેદાને ચડું છું. પિતાજી, હવે આપનાં ચરણ, આ ઘર કે આ રેવાડી ગામ, ડોલતી ભૂમિને સ્થિર ન કરું ત્યાં સુધી જેવાને નથી.”
બેટા મારું નામ ઉજાળને! ધર્મને જાળવજે!”
“દ્ધિાને તો અઘોર વાવેતર કરવાનાં હોય છે. ન જાણે પિતાજી એની શી સજા હશે ? શાસ્ત્રમાંય મગધરાજ, મહારાજ ચેટક અને બીજા ઘણું ઘણું યોદ્ધાઓ થઈ ગયા છે. શાસ્ત્રમાં એમને શો ઈન્સાફ તોળા હશે? હશે પિતાજી, એ વળી કઈ વેળા નિવૃત્તિ મળશે તો જતિજીને પૂછી જોઈશું.”
“ બેટા હેમ, જતિજી તો એક જ રઢ લઈને બેઠા છે. કહે છે કે મેં જન્મકુંડળી, યોગ, ગ્રહ બધું ગયું. મને તો બીજો વિક્રમાદિત્ય નજરે પડે છે.”
એક દ્રૌપદીના પાંચ પતિ : ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org