________________
ગમતી નહતી. એ તો વિચારતો હતો–બસ, જ્યારે હેમુજી આવી પહોંચે ! . ચુનારગઢના વીર સિપાહીઓ પોતાના શાહની નિર્માલ્યતા જોઈ બળી જતા હતા. સિપાહીને તો બહાદુરીથી જિવાય નહીં, તો બહાદુરીથી ભરવાની જ મહત્ત્વાકાંક્ષા હોય ! રણભીરુ આદિલશાહના પારેવા જેવા હૈયાને જોઈને તેઓ વ્યાકુળ બની જતા. ન છૂટથી લડવાની રજા,ન શત્રુને પાણી બતાવવાની પરવાનગી મેતની કોઈ બિસાત નહોતી.
શત્રુ તો આગળ વધતો જ હતો. ચુનારગઢના તોતિંગ દરવાજાની આડે હવે ઊંટ ગોઠવાતાં હતાં. ક્ષણેક્ષણ લાખેણું જતી હતી. મહમદશાહ સૂર વિજયને હાથવેંતમાં જોઈ પડકાર કરી રહ્યો હતો. એણે વિજય ઝડપી બનાવવા પોતાની બાકી રહેલી સેનાએ પણ યુદ્ધમાં ઉતારી દીધી હતી. એના સૈનિકો ઉન્નત મસ્તકે આગળ ને આગળ વધતા હતા.
એટલામાં આકાશમાં ધૂળની જબર ડમરી ચઢી આવી. એ ડમરીમાંથી પડકારા સંભળાવા લાગ્યા :
એ, હેમુ આવ્યો રે!'
શું હેમુ આવ્યો ? માર્યા મારા બાપ !” બંગાળની સેનામાં વાત પ્રસરતાં જ નિરુત્સાહની લાગણી પ્રસરી રહી. બંગાળના સુલતાનની ગણતરી હતી કે આટલા ટૂંકા સમયમાં હેમુ અહીં આવી ન શકે.
પણ હેમુ આવ્યાના સમાચાર, એ જેમ ઇન્કાર કરતો ગયો તેમ વધુ જલદી-તક્ષણ સૈન્યમાં પ્રસરી ગયા.
અરે, રણગંજને અજબ જાદુગર આવ્યો. તમે જુઓ, આંખ મીંચશે ને ઉઘાડશે, ત્યાં અજબ કરામતથી આપણું ફતેહને હમણાં હારમાં પલટાવી નાખશે. એની જબાનમાં જાદુ છે, એનાં તીર–તલવારમાં જાદુ છે. ભાગો મારા બાપ!”
ઓ, હેમુ આવ્યે રે! : ૩૩૭
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org