________________
દ્વાએ બળે અફધાનોને ઉઠાવી ફેંકી દીધા. અધૂરામાં બાકી હતું તે હેમુછની અનામત અફઘાન સેના તૂટી પડી. વિદ્રોહીઓ ઘાસની જેમ વઢાઈ ગયા. બચી શક્યા તે જીવ લઈને નાસવા માંડ્યા.
ખબરદાર, જે કોઈ પણ નાસવાની કેશિશ કરશે તો તેને વીંધી નાખવામાં અદવશે.” હાથીના હોદ્દા પરથી ગર્જારવ થતો હેય તેવો અવાજ ગાજે. “સિપાહીઓ, એ મગતરાંઓને મારશો નહી. બધાનાં હથિયારે આંચકી લે, સહુને રસીથી મુશ્કેટોટ બાંધે ને ઘેડાને પગે કરે ! ભલે ધસડાતા ચાલ્યા આવે.”
ડી વારમાં હાથી ને ઘોડાઓની પાછળ વિદ્રોહીઓને બાંધી દેવામાં આવ્યા. કૂચ જારી થઈ કેટકેટલા ખાડાખડિયા, કેટકેટલાં ઝાઝાંખરાં ! વિદ્રોહીઓ બિચારા અધમૂઆ બની ગયા.
ચુનારગઢનો વાદળથી વાતો કરતો ઊંચો કિલ્લો દેખાયો. મૂળ પર લીંબુ ઠેરવનાર વિદ્રોહીઓ શરમથી ભરી જતા હતા. તેઓ વિચારી રહ્યા હતા, કે યુદ્ધમાં કતલ થઈ ગયા હોત તો આ શરમભર્યું મેં તો બતાવવું ન પડત.
શાદીખાન ! યુગરાજ ! જાઓ, આખા નગરમાં ઘૂમી વળો. જ્યાં જ્યાંથી વિદ્રોહી મળે ત્યાં ત્યાંથી લાવી અહીં હાજર કરો! કીડીના દરમાંથી, ચકલાના માળામાંથી, જાનવરની બોડમાંથી કોઈ શ્વાસ લેતું પ્રાણી વિદ્રોહી લાગે તે તેને પણ હાજર કરો. આજે મારા દોસ્તનું તર્પણ એ રીતે કરીશ.”
સિપાહીઓ બધે ફરી વળ્યા. ખૂણેખાંચરેથી વિદ્રોહીઓને પકડી પકડીને હાજર કર્યા.
“જાઓ, આ શેતાનને કિલ્લાના બુરજ પર બાંધીને ઘંટની જેમ નીચે લટકાવો ત્રણ દિવસ સુધી આ રીતે ભૂખે મારીને પછી તોપના મેએ બાંધીને ઉડાવી દેજે !”
ઓ, હેમુ આવ્ય રે! : ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org