________________
એક દ્રૌપદીના પાંચ પતિ ૨૯
શાંત સાગરમાં એક મેટા પથ્થર પડતાં જેમ વર્તુલાની હારમાળા રચાય, એમ ભારતવષઁના સ્થિર થયેલા રાજકરણમાં કરીથી પ્રવૃત્તિનાં વર્તુ`લા રચાવા લાગ્યાં હતાં. રાજકાજનાં આ વતુ લેાથી દૂર રહેવાને નિષ્ણુય કરીને આવેલા હેમરાજીએ ‘ રેવાડી ’ ગામના વાસી બની જવાના નિર્ધાર કર્યાં હતા. વૃદ્ધ પિતા રાજી થયા હતા. હેમરાજીની સાથે કુંદન પણ આવી હતી. યુગરાજ પણ આવ્યા હતા. શૂન્ય લાગતું ધર ફરી કિલ્લેાલ કરતુ. હતું. ફરીથી ગામમાં નવનવા આદમી આવવા શરૂ થયા હતા. કંઈ ને ક ંઈ નવાજૂની ચાલ્યા કરતી.
પણ આ કિલ્લેાલ કુદરતને મંજૂર નહોતા. આસાયેશભરી ઘેાડીએક રાત્રિએ વીતી હશે કે, એક દહાડા એક સુવર્ણ પાલખી શ્રેષ્ઠીજીના ગોખ સમક્ષ આવીને ઊભી રહી. એમાંથી પડદેનશીન આરા ઊતરતી હતી. દ્વારપાળે અંદર ખબર પહોંચાડયા. કુંદનદેવી સહુના સ્વાગત માટે બહાર આવ્યાં.
૩૨૧
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org