________________
વર્ષને અકબરને બેસાડ્યો. પણ સાથે રહેલી ધાવ બાળકને ખોળામાં લઈ પોતાની પીઠ તપ તરફ કરીને બેઠી. પહેલાં પોતે મરે, પછી શાહજાદે. પણ આશ્ચર્ય ! તોપના ગોળા જ ન ફૂટ્યો. કાબુલ જિતાયું. કામરાન બદષ્ણાંમાં જઈ ભરાયો. ત્યાંથી પણ તગડ્યો. અરે, આ જ પાપાત્માએ પોતાના ભાઈ હિંદાલને દગાથી કતલ કરાવ્યું.
પણ જ્યારે કેદી કામરાનને બાદશાહ હુમાયુની સમક્ષ રજૂ કરવામાં આવ્યું, ત્યારે બાદશાહનું દિલ બંધુ પ્રેમથી દ્રવી ઊઠયું. મોગલ સરદારોએ એ વિશ્વાસઘાતી માટે દેહાંતદંડની સજા માગી, પણ હુમાયુ બોલી ઊઠયો: “ના, હું કોણ? કયા બાપનો બેટો ? મારા બાપને હુકમ જાણો છો ? ભાઈ આખરમાં ભાઈ છે.” છતાં સરદારોએ માગણું જારી રાખી એટલે ન છૂટકે ભવિષ્યની સલામતી માટે બે આંખે ફેડવાની મંજૂરી આપવી પડી. ને તે પછી આ દયાળુ બાદશાહે એને મક્કા જવા છૂટ આપી. મક્કા જતાં રસ્તામાં એ મરણ પામ્યો. મીરજા અસ્કરી પણ મક્કા જઈને રહ્યો.
બાદશાહ હુમાયુનું જ્યોતિષ હવે જગ્યું હતું. હિંદુસ્તાનમાં થી કંઈ કંઈ સમાચાર આવતા હતા. શેરશાહ ગયો, સલીમશાહ ગયા, ફિરોજશાહ કતલ થયો. બાકીના અફઘાન રાજવીઓમાં કુસંપની હોળી સળગી છે. પ્રજા હવે પાછી આ રાજકર્તાઓથી ત્રાસી છે. હિંદુસ્થાનમાં કોઈ હિન્દુ રાજ સામનો કરી શકે તેમ નથી. સુખેથી પધારો!
બાદશાહ બધું સાંભળતો, વિચારતો, ગ્રહયોગ મેળવતો, ને પછી ના પાડતો. આમ ને આમ કાબુલમાં પડયા પડયા સાત વર્ષ વીતી ગયાં, આખરે એક દિવસ બાદશાહે પિતાના સરદારને હુકમ કર્યો કે જાઓ, પહેલાં જે મળે તે ત્રણ માણસનાં નામ જાણી લાવો. સરદાર ડી વારમાં પાછો આવ્યો. એણે ત્રણ નામ કહ્યાં.
પંદર વર્ષને વનવાસી ઃ ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org