________________
દર્શને આવતા. રૈયત આ બેતાજ બાદશાહના નામ પર ફૂલ ચડાવતી. સલીમશાહની તાજપોશીની તપે ને જલસા કરતાં સહુને આદિલશાહમાં વધુ રસ હતે.
આવો જ રસ નવા બાદશાહ સલીમશાહને પણ હતો. પણ રાજનીતિના પ્યાલામાં પડેલ ક રસ કુરસ થયા વગર રહ્યો છે, કે આ રહે! એ વાસણમાં પડેલું દૂધ મીઠાશને બદલે ખટાશ ધારણ કરી રહેતું. રામરાજ્યના અમૃતપાત્રમાં મંથરાએ રસને બદલે ખટરસ પીરસ્યો. ને મહાભારતના યુદ્ધમાં શકુનિએ શેરડીને બદલે છોતરાં જ પીરસ્યાં. એમ સલીમશાહના રાજદરબારમાં સદાને વગોવાયેલો શેઠનો સાળો” મુબારિઝખાન અમૃતરસને વિષમય બનાવવા વિષકટરી લઈ આગળ આવ્યો. એણે પોતાની બહેન બીબીબાઈને ભડકાવી : તારા સ્વામી ને તારા પુત્રના ભલા ખાતર આદિલશાહને છૂટો ન મૂકે ! દોલત જોઈને કોનું દિલ ફરી ગયું નથી ? સલીમશાહનું કેણ છે? ખવાસખાન તમારે નથી, અમીર-ઉમરા તમારા નથી. આદિલશાહના નામનો અજબ જાદુ ઊભે થયો છે. પાણી આવવાનું જ છે; આવ્યાં પહેલાં પાળ બાંધે. મારી તો એટલી સલાહ છે, કે આફત આવે તે પહેલાં ચેતી જાઓ તો સારું !'
સલીમશાહની બેગમ આ સાંભળી વિચાર કરી રહેતી. ઓરતના દિલમાં સ્વામી ને પુત્રના હિતની આગળ બીજા કોઈનફા–નુકસાનની ગણતરી નથી. કાળી નાગણ જેવી સ્ત્રી પણ પુત્ર ને પતિના નામ પાસે નરમ થઈ જાય છે. દેલત જોઈને કેનું દિલ ફર્યું છે, એની ખાતરી કરવાની વિવેકશક્તિ એ ગુમાવી બેઠી.
બીબીબાઈએ પોતાના ભલા ખાવિંદને વાત કરી. ખાવિંદે હસી કાઢી:
‘છેવટે ઓરતના પિતાજી કહેતા હતા કે સ્ત્રીના વાળ લાંબા હોય છે, પણ બુદ્ધિ ટૂંકી હોય છે. મોટાભાઈ આલિયા છે. એને જે
દીવા પાછળનું અંધારું ઃ ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org