________________
“આદમી વારેવારે ભૂલ ન કરે. કહ્યું છે કે, સૂખ રૂહ લેતા હૈ ઇન્સાં, ઠેકરે ખાને કે બાદ; રંગ લાતી હૈ હીના, પથ્થર પિસ જાને કે બાદ,
બીબીબાઈ, હું જીવતો હઈશ ત્યાં સુધી તે એ કાળા નાગને ડર નથી, પણ પિતાજી સાથે કલિંજરના કિલ્લામાં દારૂગોળાના અકસ્માતમાં સપડાયા પછી કેટલીક વાર હૃદયમાં દુખાવો ઊપડી આવે છે, અંગમાં કળતર રહ્યા કરે છે. મારી પછીને વિચાર આવે છે, અને એટલે જ દગાખોર મુબારિઝને જીવતો રાખવો ઠીક નથી લાગતો.”
પછીના વિચાર અલ્લાહના હાથમાં. એ સહુ સારાં વાનાં કરશે. પ્યારા, ઓરતને પતિ પહેલો ભલે હોય, પણ ભાઈનુંય એના જીવનમાં મોટું સ્થાન છે. એણે મારા પગ પકડી માફી માંગી છે.”
“બહુ સારું બીબીબાઈ, તમને આપેલા કોલથી હું નહીં કરું, છતાં મારા શબ્દો પર વિચાર કરજે. તમારી મહેરબાની કાળા નાગને ફરીથી ફેણ ઊચક્તા ન શીખવે તે જોજો !”
માર શાહ એવા નામનો ગારુડી છે.”
ભલા શાહની ભલી બીબી માર્ગમાં પડેલ કાંટો ઇતી શક્તિએ કાઢવાની સદા અનિચ્છા ધરાવતાં રહ્યાં. મરહૂમ શાહ શેરશાહના આ લાયક બેટાએ બાપની બનાવેલી સરાઈમાં ઠેર ઠેર બબે સરાઈ વચ્ચે એક નવી સરાઈ ને ધર્મશાળા બનાવવાને હુકમ આપ્યો. ડાકચેકીને વધુ વ્યવસ્થિત બનાવી. સદાવ્રતો, ખેરાતો ચાલુ જ રાખી. પોતાના બાપના એકએક બેલને એ પવિત્ર ફરમાન સમજી વર્તતે હતો. પ્રજા આ નવા શાહની અદલઇન્સાફી પાસે, ઉદારતા
ઠોકર ખાધે માણસ શાણે થાય છે, જેમકે મેંદી પિસાયા પછી જ રંગ પકડે છે.
લાયક પિતાનો લાયક પુત્ર : ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org