________________
આશા:
ફવા કે મિસ જૂના, હરિદર્શનકી ટ્રુખના ય તરસત, લાયન ભરત પિયાસા,
આ
ચકેારી હવે આગળ ગાવુ બંધ કર. તે ખરુ કર્યું. વાહ રે કવિ, તેંય મારા મનની વાત કહી દીધી. ચુવા કે મિસ જૂઠે ——આ તા બધાં બનાવટી બહાનાં. આ નાચ ને નખરાં, આ સૌ દ તે આ દેહછબી : બધુંય જૂઠ્ઠું; અરે, માત્ર એક બહાનું જ ! ભસ્માચ્છાદિત અંગાર બળવા તે બાળવા સરજાયા છે. ચિંતામણિની કાંચનવી કાયા સ ંસારને વસુખ જેવી લાગે છે, જ્યારે ચિંતામણુિને એને અવતાર જ ભારરૂપ લાગે છે. ન જાણે આજની દુનિયાની અધીશ્વરી વર્ષો પહેલાં જીભ કચડી મરી ગઈ હોત, જો...’ ચિંતામણિ વ્યાકુળ બની ઊડી. એના હૃદયાકાશમાં પુરાણા રંગે પુરાતા હતા. કાઈ પુરાતન સ્મૃતિ એને ધ્રુજાવી રહી. એ પાગલની જેમ કૂદવા ને નાચવા લાગી.
'
ચકેરી ! કવિ ખરું કહે છે. આ તે એક માત્ર બહાનું છે!' તે ઉન્મત્ત ચિંતામણિ પેાતાના શયનખ'ડમાં દોડી ગઈ. ચકેારીને બહારથી ખડ બંધ કરી દેવાનું સૂચવી એ આખી રાત ત્યાં જ પડી રહી. એ વારે વારે ઉન્માદમાં આવી જાય; કઈક ગાય, નાચે તે વળી પલંગ પર ચત્તી પાટ થઈ તે દીવાઓ સામે એકીટશે જોયા કરે!
*
* દીપકા—એક દીપક નહી' પણ અનંત દીપકે-હૃદયમાં પેટથી છે, પણુ રખે માનતા કે એ દિવાળીના દીપકે છે. અરે, એમાંથી સલક્ષી હોળીની જ્વાલા ફાટશે. એ જ્વાલામાં આ આકાશ, આ પાતાળ, આ પૃથ્વી ન જાણે શું શું સ્વાહા થઈ જશે ! પિતાજી, માતાજી...' ચિંતામણિ છેલ્લા શબ્દે ખેલતાં એકદમ ગંભીર બની ગઈ. એણે અસ્તવ્યસ્ત વસ્ત્રો ઠીક કરી લીધાં. વીખરાયેલા કેશકલાપ બાંધી લીધા. જાણે અચાનક એની વિવેકશક્તિને કાઈ એ જાગ્રત કરી. એ પલ’ગ પરથી ધીરેથી ઊઠી. એક ખુણામાં રહેલી ચંદનમ જાષા ૩૦૪ : નાયિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org