________________
‘હા, મારા ખાન ! અગર ચિંતામણિને તમારી બનાવવી હોય તે’ ચિંતામણિ અંગનૃત્ય રચતાં બેલી. “મારા શાહી ઉમેદવારીય કંઈ ઓછા નથી, જે વહેલા તે પહેલો.”
ચિંતામણિ આવાં હલકાં વચનો કેમ બોલે છે?'
ખાનસાહેબ, ચિંતામણિ સૌદર્યરાણી છે, ગૃહરાજ્ઞી નથી. સંસારમાં એને કુળ ભલે ન હોય, પણ એનું મૂલ્ય અવશ્ય છે.” ચિંતામણિ છેલા શબ્દ બોલતાં કંઈક અન્યમનસ્ક બની ગઈ ક્ષણવાર વિહવળ બની આમતેમ નીરખી રહી. એક દાસી ઉતાવળી આવતી હતી.
બા, દિહીશ્વર સલીમશાહ ગુજરી ગયા.”
કેણ, સલીમશાહ ગુજરી ગયા?” મુબારિઝખાન બોલી ઊઠડ્યો. “ચિંતામણિ, હું જાઉં છું. તકદીરની જ કોઈ તાસીર લાગે છે. તારા અરમાન પૂરા કરીશ. તને તેડવા જલદી શાહી પાલખી આવશે. તૈયાર રહેજે.”
પણ ચિંતામણિ તો હેજના પાણીમાં ડૂબકી મારી ગઈ હતી. એના અંગનું લીલું સોનેરી વસ્ત્ર પાણી પર તરતું હતું ને સોનેરી માછલી જેવાં એનાં રમણીય અંગે પાણી ઉપર આવી આવીને અદશ્ય થતાં હતાં.
મુબારિઝખાન વિદાય થયો હતો. ચિંતામણિ કેટલીયવાર પાણીમાં છબછબિયાં બોલાવતી પડી રહી. સંધ્યા આવી, ત્યાં સુધી એ ક્રીડાગૃહમાં જ રહી. કદીક હીંડોળે હીંચી, કદી ઝૂલે ચઢી, કદી ઉદ્યાનવૃક્ષોને પંપાળતી ફરી. મયૂર, મેના, પોપટ સહુનાં પિંજર પાસે જઈને ઘેલી નારી કાલું કાલું બેલી હસી; જાણે ભેળી મુગ્ધા!
કિન્નરકંઠી પરિચારિકા ધીરે સ્વરે ગાતી ગાતી પાછળ પાછળ કરતી હતી. કદી એ અંબેડ ગૂંથતી ને ઢીલાં થતાં પુષ્પોને ફરીથી ૩૦૨ : નાયિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org