________________
ગાન કરત, મન હરત, મુદિત મન દેત અસીસા; તુમ કુંવર યશામતિ, છએ કેડી વરીસા.
આનંદ મંગલના દિવસો આમ ગાતાં–બજાવતાં વીતતા ચાલ્યા. ચિંતામણિ કહેતી : “હાશ, કેટલાય વખતનું દુઃખી દિલ આજ શાંત થયું. ભગવાને મારી ઈચ્છા પૂર્ણ કરી.'
બા, આદિલશાહ તો બડે રંગીલો રાજા છે, દેશદેશાવરની રામજણીઓ, ગણિકાઓ, પાતરો, કંચનીઓ આગ્રા જાય છે. કહે છે કે એક જ રાતનું શાહી આમંત્રણ મળે તો જિંદગી ન્યાલ થઈ જાય. બધે એનચેન ને વિલાસની બંસી બજે છે. ગૌરાંગ સાકીઓના હાથે શરાબના પ્યાલા નોશ કરવાની જાણે મોસમ ખૂલી છે. અનેક ચંદ્રમુખીઓ ન્યાલ થઈ ગઈ. બા, આપણી પાલખી ક્યારે આવશે ભલા ?”
આવશે, ચંદ્રા, શું ચિંતામણિને તે આ બધી સ્ત્રીઓના સરખી માની ?”
“ના રે ના. ક્યાં રાત ને ક્યાં દિવસ!”
રાત ને દિવસ. ચોરે ને ચૌટે કંઈ કંઈ ચર્ચા ચાલે. વળી એક દહાડા ચકારી કંઈ નિરાશવદને આવી સામે ઊભી રહી.
“બા, અમંગળ સમાચાર છે.” “શું ?” “આદિલશાહના સાળા ઈબ્રાહિમખાને દિલ્હી–આગ્રા કબજે કર્યા.”
બધા સાળાઓને ધંધે જ આ લાગે છે. સલીમશાહના સાળા મુબારિઝખાને પહેલાં રાજ્ય હડપ કર્યું. હવે મુબારિઝખાનના સાળા ઈબ્રાહિમને વારે આવ્યો. શાબાશ ! હવે ઇબ્રાહિમખાનને કઈ સાળે છે કે નહીં ?' ચિંતામણિ હસતી હતી. મુબારિઝખાનની ગાદી ગયાનો જાણે એને લેશમાત્ર સંતાપ નહોતો.
ચકોરી કંઈ સમજી નહીં. એ આગળ બોલવા લાગી :
નાયિકા : ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org