________________
માતાને ઘોડેથી ઉતારી એ ઘોડો એણે હુમાયુને આપો. પણ ત્યાં તે પાછળ શત્રુસેનાના દાબલા ગાજ્યા.
“ચાલો, હવે તો મારીને મરીશું!' બાદશાહ હુમાયુએ શમશેર ખેંચી સામનાની તૈયારી કરી. પણ રજપૂત સેનિકોના દિલમાં ક્ષાત્રત્વનું લેહી વહેતું હતું. તેઓએ આ ઉચ્ચ ખાનદાનના નબીરાને આ સ્થિતિમાં જોઈ લડવાનું મેકૂફ ર્યું, ને તરસે મરતા કાફલાને પાણીને કૂવે બતાવ્યો.
પાણી! પાણી! પાગલ અસવારો એ તરફ દોડવા. તૃષાએ તેમનાં વિવેકચક્ષુ બંધ કર્યા હતાં. કેટલાક અડધે રસ્તે મર્યા. કેટલાક પાણી પીતાં પહેલાં મર્યા. કેટલાક કણ પહેલું પીએ તેમાં લડીને મર્યા. કેટલાક પાણું પીને મર્યા. હુમાયુ દુઃખથી પાગલ બનનારે નહોતો. એનું જ્યોતિષ કહેતું હતું કે તું એક દિવસ હિદુસ્થાનનો શહેનશાહ બનીશ. અને જ્યોતિષ બોલતું હોય પછી દુનિયાની ગમે તેટલી બલાઓથી બાદશાહ ડરે એમ નહોતો.
“પાણું...બાદશાહ પાણી ! એક શાહુકાર બૂમ મારતો હતો.. તરસથી એને જીવ નીકળી જવાની તૈયારીમાં હતો. બાદશાહ દોડીને કૂવા પરથી મશક ભરી લાવ્યો, પણ આ વિલક્ષણ બાદશાહને વળી કંઈ ન તુક્કો સકળ્યો. આ શાહુકારના દ્રવ્યથી જ એણે દુઃખના દહાડા કાઢયા હતા. માથે એનું કરજ મેટું હતું. એ કરજથી એક પાક મુસલમાને મુક્ત થવું જ જોઈએ. એણે પેલા શાહુકારને કહ્યું:
શેઠજી, મને તમારા ઋણમાંથી મુક્ત કરે તો તમને જોઈએ તેટલું પાણું આપું.”
આપની દરખાસ્ત મંજૂર છે. અત્યારે એક પ્યાલા પાણીની કિંમત પૃથ્વીના તમામ ધનથી વધારે છે,” શાહુકારે જવાબ આપે.
બાદશાહ હસી પડવો, ને આગળ વધેઃ પણ એણે પાછળ
પંદર વર્ષને વનવાસી ઃ ૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org