________________
લાયક પિતાને લાયક પુત્ર
દિહી
અજીબાઈ ને
ઢિહીના રાજમહાલયના શાહી દબદબાથી. સંપૂર્ણ ખંડમાં એક મોટા મખમલી વિરામાસન પર સલીમશાહ ને તેની પ્યારી બેગમ બીબીબાઈ બેઠાં હતાં. ગ્રીષ્મને વાયુ શીતળ થયો હતો, ને જેઠનું તપતું આકાશ કદી કદી નાના નાના મેધખંડેથી છલકાઈ જતું હતું. ઝરમર ઝરમર વર્ષોથી પૃથ્વીને તપેલે પ્યા આ પાણી પીને વધુ પ્યાસ બનતો હતો.
યારી, હજી પણ મારું કહ્યું માની જા ! મુબા-- રિઝને કલ કરવાની મને મંજૂરી આપ!”
ના, મારા પ્યારા શાહ, આખરમાં તો હું એની બહેન છું. ન જાણે દુનિયાની કેટલીય બહેને ભાઈ માટે ચાતકની જેમ તલસે છે. ઇન્સાન ભૂલ કરે. મુબારિઝ એની ભૂલે માટે માફી માગે છે, રોવે છે, મારા પગ પકડે છે. મને એની કટાર આપી કહે છે : બહેન, મારી છાતીમાં એ હુલાવી દે તો મારા પાપ ઓછી થાય.”
એ સાચું, પણ પાપને દેવ-શેતાન ફરી ન જાગે, ફરી ભૂલ ન થાય એની શી ખાતરી ?”
૨૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org