________________
રચાઈ હતી. હેમરાજજીએ અત્યારે ચીનમાં બનેલા ઉત્તમ રેશમનું એક કૂરતું પહેર્યું હતું, ને સોનાની સળીવાળી પાઘડી માથે મૂકી હતી. નીચે સફેદ સાટીનની સુરવાલ હતી. રાજરંગમાં ફરતા માણસને રક્ષણ માટે રાખવી પડે તેટલી સાવચેતીઓ તેમના વરમાં છુપાયેલી હતી.
પધારે મારા શાહ, તબિયત કેવી છે?”
“ઠીક છે. શરીર બરાબર રહેતું નથી. દિલમાં જલન ને આતશ રહ્યા જ કરે છે. આટલી રાતે તકલીફ લેવાનું કારણ?”
“કાબુલના શાહે પંજાબમાં પ્રવેશ કર્યો છે, એને તાકીદે રોકવો જોઈએ.”
“તૈયાર છું. આપ કહે ત્યારે કૂચ કરીએ.” “કાલે સવારે જ. પણ આપની તબિયત ?”
ઘણી સારી. તબિયતને પ્રશ્ન રાજકાજની પછીન. હેમુજી, તબિયત તો કદાચ સારી ન પણ થાય તો શું રાજકાજ ત્યાં સુધી પડ્યાં રહે.”
રાજા ને મંત્રી થોડી વાર મંત્રણા ચલાવી છૂટા પડ્યા. વખત વખતનું કામ કરતા હતા.
અસ્વસ્થ સલીમશાહ બીજી સવારે યુદ્ધમેદાનનો સ્વાંગ સજીને બહાર આવ્યા. કૂચ કરવાની જ હતી. થોડું મોડું, કદાચ સદાનું મોડું થાય એની ભીતિ તેમને હૈયે હતી.
પણ મહારાજ, તોપે લઈ શકાય તેમ નથી, ચરવા ગયેલા બળદ હજી હાથ આવ્યા નથી.”
બળદ ન આવે તો માણસ. અત્યારે ઘડીનેય વિલંબ પોસાય તેમ નથી. માણસોને ખૂબ ઇનામ આપીશ. કૂચ અત્યારે જ ચાલુ થવી ઘટે. બળદ લાવનારાઓને પાછળ આવવાનું કહે !”
લાયક પિતાને લાયક પુત્ર ઃ ૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org