________________
ને આગળ ચાલ્યા જતા હતા. રણશીંગાના સાંકેતિક અવાજ સાથે સેના કામ કરતી હતી. ખવાસ ખાન આ પરિસ્થિતિ સમજે એ પહેલાં તે ઘેરાઈ ગયે. એ બહાદુરે પોતાની બંદૂક સમાલી. એ પહાડના જેવો અડગ થઈને ઊભો રહ્યો; એકલે સો સૈનિકોની જવાંમદ દાખવી રહ્યો.
“ભાગ, આદિલખાન નાસી છૂટયા છે,' સન્યમાં બૂમ પડી.
એક પછી એક પડકારા વધતા ચાલ્યા. અચાનક હુમલાથી નાહિંમત બનેલા સિપાહીઓ નાસવા લાગ્યા. અને યુદ્ધમાં તો એક નાસે એટલે બધા નાસવા માંડે. મેદાન જોતજોતામાં ખાલી થવા લાગ્યું.
અરે, આદિલખાન અહીં ઊભો છું,' એક વ્યક્તિ બૂમો પાડતી હતી. પણ એનું સાંભળે કોણ? આખરે એ વ્યક્તિ પણ -નાસનારાઓની ભેગી અદશ્ય થઈ
જીવ પર આવીને લડતો ખવાસખાન બહાદુરીની સીમા દાખવી રહ્યો હતો; પણ એણે જોયું કે પોતાના સિપાહીઓ ઘટતા ચાલ્યા છે, રિપુદળ ઊભરાઈ રહ્યું છે, એણે પણ પલાયન થવામાં શ્રેય સમજ્યુ.
મરેલાનાં મડદાં સિવાય મેદાન ખાલી થઈ ગયું. નાસનારાઓનો પીછો કરવાની મનાઈ હતી; શરણે આવેલાનું સન્માન કરવાનું હતું, કારણ કે આખરે તો તેઓ સહુ મરહૂમ શાહના જ સિપાહીઓ - હતા ને!
શેરશાહના સામ્રાજ્ય પર આવેલી કાળી વાદળી વરસું–વરસે થતી થતી અલોપ થઈ ગઈ. વિજેતાઓ હાથીને હેદ્દે ચઢીને પાછા ફરતા હતા, ત્યારે પૂર્વમાં ઘોર અંધકારને પરાસ્ત કરતો પ્રભાકર ઊગી રહ્યો હતો.
ચુદ્ધદેવતા : ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org