________________
ક્રાણુ છે, એ ન વિચારશેા. ખવાસખાન હાય, આદિલખાન હોય કે હેમરાજ હાય, જે મરહૂમ શાહના તખ્તની સામે તલવાર તાણે તે આપણું। દુશ્મન. સિપાહીએ! સેાનાની કટારી ભેટમાં નખાય, પણ કઈ પેટમાં ભરાય છે? ટૂંક સમયમાં જ આપણે કૂચ કરી, રાત પૂરી ન થાય તે પહેલાં, શત્રુને દાબી દેવાને છે. એને જરા પણ વખત ન મળવા જોઈ એ. હું સજ્જ થઈને બહાર ખડે। છું. સલીમશાહ પણ તૈયાર છે.’
સિપાહીએ એકદમ વીખરાઈ ગયા, તે થોડી વારમાં એક મેાટી નગરી જાણે અલેપ થઈ ગઈ. તાપણાં મુઝાઈ ગયું. દીવા ગુલ થઈ ગયા. તંબૂ ઊપડી ગયા. જનસમૂહથી વ્યાકુળ સ્થળ એકદમ વેરાન બની ગયુ. થાડાએક શરાબના શીશા, ઘેાડીએક વેશ્યાએ સિવાય ત્યાં કાઈ નહાતું.
અંધારી રાતનુ પેઢાળ ફાડતી સેના દડમજલ આગળ વધતી ચાલી. સહુથી આગળના શાહી હાથીમાં મુબારિઝખાન બેઠા હતા. શાહી ઝડા એના માથા પર હવામાં ફરફરી રહ્યો હતા. મશાલાનુ અજવાળું એના ચહેરા પર પથરાતુ હતું. પણ એ દેખાતે સેનાનાયક બિનદેખાતી રીતે કેંદી હતેા. એને આડુ અવળુ જોવાની પણ મના હતી. નવા સિપેહસાલાર હેમરાજજીની ખાસ આજ્ઞા હતી કે, જો જરા પણ હાલવા ચાલવાની કેાશિશ કરી તેા પાછળના હાથી પર ખાસ તેને માટે નિયુક્ત કરવામાં આવેલ યુગરાજની બંદૂક એની સગી નહી થાય.
અંધારી રાતે હવે શત્રુની છાવણી સ્પષ્ટ દેખાતી હતી. વીર યાહો ખવાસખાન ને અલ્લાહનેક પ્યારેા આદિલખાન આ જ ઠેકાણે શમશેરનાં તારણુ આંધી વૈરદેવીના યજ્ઞ પ્રજવલિત કરી રહ્યા હતા. સામેથી આવતી સેના તેએએ નીરખી લીધી, સૈનિકા સજ્જ થઈ ગયા, પણ ખવાસખાતે આગળ હાથીની અંબાડીમાં મુબારિઝખાનને જોઈ શાંત
યુદ્ધદેવતા : ૨૮૯
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org