________________
ચક્કી વચ્ચે પિસાતું હોય તેમ પિસાઈ રહ્યું હતું. એ ચૂપચાપ પાછળ પાછળ ચાલે.
“ પહેરેગીર, સલીમશાહને તેડી લાવ! સેનાનાયક શાદીખાનને કહે કે રણશીંગું વગાડી સન્યને એકત્ર કરે,
કાણુ સલીમશાહ? કયું રણશીંગું ?” મુબારિઝખાન ભડકો ચાલ્યો. એણે પેલાના હાથમાંથી છૂટવા ખૂબ મહેનત કરી, પણ નકામી નીવડી. જાણે કોઈએ પિલાદની બેડીથી હાથ જકડડ્યા હતા.
ખોટી તકલીફ લેશે મા, ખાનસાહેબ!'
પહેરેગીર, પિલી બે સુંદરીઓને પણ ઈનામ આપ્યા વગર જવા દઈશ મા ! શહેનશાહ જેવા શહેનશાહને રીઝવ્યાનું ઈનામ તો આપવું જ પડશે ને ?”
પહેરેગીર સુંદરીઓને લઈ આવ્યો. ત્યાં તો મશાલના પ્રકાશ વચ્ચે સલીમશાહ એ તરફ આવતો દેખાશે. મુબારિઝના હોશકોશ ઊડી ગયા. એ વગર વાંકે મરવા પડેલી છે જે ઢીલ બની ગયે. આ કેણું ને સલીમશાહ એકદમ અત્યારે અહીં ક્યાંથી ? હજી એ પૂરે વિચાર કરી લે ત્યાં તો સૈનિકોને સજજ થવા માટેનું રણશીંગું ગાજતું સંભળાયું. મધરાતની નિદ્રામાં પણ પવનસંચારથી જાગી જનાર સૈનિકે એકદમ સજજ થઈ બહાર નીકળી આવ્યા. જોતજોતામાં મેદાન ભરચકક થઈ ગયું.
પેલે આગંતુક આગળ આવ્યો. એણે ધીરેથી બોલવું શરૂ કર્યું
બહાદુર સૈનિક! મને પિછાણ્યો ? બીજો કોઈ નહી, તમારો જૂન દોસ્ત હેમરાજ ! શહેનશાહના હુકમથી ને શરાબ અને સુંદરીમાં પડેલા સિપેહસાલાર મુબારિઝખાનની સલાહથી હું તમારી પડખે યુદ્ધના મેદાનમાં લડવા આવ્યો છું.”
શરાબ ને સુંદરી?” સૈનિકોએ પિકાર કર્યો.
યુદ્ધદેવતા; ૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org