________________
રાજકીય ક્ષેત્રમાં
રાત્રિ નિઃસ્તબ્ધ હતી. આકાશ નીરવ હતું. એ મધરાતે નવલખ તારાઓની તારકમિત્રી વચ્ચે બે ઘોડેસવારે રેવાડી ગામના ઝાંપે આવી ઊભા હતા. બંનેનું રાજવંશીપણું ને કદાવરપણું અંધારામાં પકડી શકાય તેવાં હતાં. અને ગામના લોકો અંધારામાં કે અજવાળામાં આવા રાજવંશી આવનાર-જનારાઓથી છેલ્લા કેટલાક સમયથી સુપરિચિત હતા. તેઓ પૂછનાર પૂછે તે પહેલાં શ્રેષ્ઠી રાજપાલજીની ઊંચી હવેલી બતાવી દેતા.
ભૂમિનાં પણ પુણ્ય હોય છે. માનવજીવનની જેમ એનો પણ ઉકર્ષ–અપકર્ષનોધાયેલ હોય છે. રજપૂતાનામાં આવેલા રેવાડી ગામનાં પુણ્ય છેલ્લા કેટલાક સમયથી જાગ્યાં હતાં. સાધુ-સંતો, શાહસોદાગર ને રાજમુસદીઓ, સિપાહીઓ ને સૈનિકે અવારનવાર અહીં આવતા, દિવસ સુધી રહેતા ને પછી વિદાય થતા.
રેવાડી ગામના પશ્ચિમ ભાગમાં શ્રેષ્ઠી રાજપાલજીની હવેલી આવેલી હતી. આ હવેલીની ચારે બાજુ મજબૂત દીવાલ ખડી કરી નાનો એવો ગઢ રચ્યો હતો, ને ચારે
૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org