SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય ક્ષેત્રમાં રાત્રિ નિઃસ્તબ્ધ હતી. આકાશ નીરવ હતું. એ મધરાતે નવલખ તારાઓની તારકમિત્રી વચ્ચે બે ઘોડેસવારે રેવાડી ગામના ઝાંપે આવી ઊભા હતા. બંનેનું રાજવંશીપણું ને કદાવરપણું અંધારામાં પકડી શકાય તેવાં હતાં. અને ગામના લોકો અંધારામાં કે અજવાળામાં આવા રાજવંશી આવનાર-જનારાઓથી છેલ્લા કેટલાક સમયથી સુપરિચિત હતા. તેઓ પૂછનાર પૂછે તે પહેલાં શ્રેષ્ઠી રાજપાલજીની ઊંચી હવેલી બતાવી દેતા. ભૂમિનાં પણ પુણ્ય હોય છે. માનવજીવનની જેમ એનો પણ ઉકર્ષ–અપકર્ષનોધાયેલ હોય છે. રજપૂતાનામાં આવેલા રેવાડી ગામનાં પુણ્ય છેલ્લા કેટલાક સમયથી જાગ્યાં હતાં. સાધુ-સંતો, શાહસોદાગર ને રાજમુસદીઓ, સિપાહીઓ ને સૈનિકે અવારનવાર અહીં આવતા, દિવસ સુધી રહેતા ને પછી વિદાય થતા. રેવાડી ગામના પશ્ચિમ ભાગમાં શ્રેષ્ઠી રાજપાલજીની હવેલી આવેલી હતી. આ હવેલીની ચારે બાજુ મજબૂત દીવાલ ખડી કરી નાનો એવો ગઢ રચ્યો હતો, ને ચારે ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy