________________
તરફ સુંદર લતામંડપ, ફુવારાઓ ને વિરામસ્થાન રચી વચ્ચે લાલ પથ્થરને મહાલય ખડે કર્યો હતો. મહાલયની નકશી અભુત હતી. ભરૂભૂમિના વાવંટોળને શાંત કરતાં ઊંચાં વૃક્ષો ગઢની દીવાલથી બહાર ડોકિયાં કરતાં દેખાતાં હતાં, ને મહાલયનાં વાતાનયનોમાં સુગંધી વાળાના પડદાઓ લટકતા હતા. એક તરફ પશુશાળા આવેલી હતી. એમાં હાથી, ઘોડા, ગાય વગેરે જાનવરે બંધાતાં, બીજી તરફ નોકરોને રહેવાના નાના ખંડ હતા.
આજે આખો દિવસ ગરમ પવન ફૂંકાયા કર્યો હતો, ને ધૂળના ગોટેગોટા આકાશને આંધળું બનાવી રહ્યા હતા. વસંત ઋતુ પૂરી થતી હતી, ને કર્કવૃત્ત પર સૂર્યને લઈ આવેલી ગ્રીષ્મ ઋતુ અકળાવી નાખતી હતી. મહાલયનાં વસનારી આખો દિવસ અંદર જ ગોંધાઈ રહ્યાં હતાં, તે મોડી મોડી રાતે ઠંડી બનતી જતી હવાને આસ્વાદવા બહાર ઉદ્યાનમાં આવી બેઠાં હતાં.
આકાશના તારાઓ સાથે હરીફાઈ કરતાં જાણે પૃથ્વીના તારા ન હોય તેવા ડેલરનાં ફૂલ મંદમંદ સુગંધ છેડી રહ્યાં હતાં. ને એ ગંધ પવનની પાંખે ચઢી દૂર દૂર સુધી વાતાવરણને મુદિત કરતી હતી.
ભાઈ, આ ડેલરની ગંધે ગંધે ચાલ્યા જજો ! ઊંચી ઊંચી હવેલી આવે તે શ્રેણી હેમરાજજીની સમજજે !' હેમરાજજીની હવેલી પૂછતા ઘોડેસવારોને લોકોએ રસ્તો બતાવ્યો.
બંને જણ એની ગંધે ગંધે ચાલ્યા. થોડીવારમાં અંધકારઘેરી હવેલીના ઝરૂખામાં બળતા રંગબેરંગી દીપકો નજરે પડ્યા. તેઓ
જ્યારે ગઢના દરવાજે પહોંચ્યા ત્યારે શ્રેણી હેમરાજજી ને શ્રેષ્ઠી રાજપાલજી એક ઊંડી ચર્ચામાં ઊતરી પડ્યા હતા. ચર્ચાનું નિમિત્તે આજે બપોરે આવેલા જતિજી હતા.
પિતાજી, જતિજી મહારાજે એક નવી કલ્પનાને જન્મ આપ્યો
૨૭૨ : રાજકીય ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org