________________
આજે કકડા થવા બેઠા છે. મારી ભૂલ થઈ કે મુબારિઝખાનની વાતોમાં હું ફસાયે ! હું એ કબૂલ કરું છું. પણ શું કેઈની ભૂલ થતી જ નહીં હોય ? ને ભૂલ થતી હશે તો માફ થતી નહીં હોય ? પિતાજી, મેં પિતા ખાયા છે, મારું શિરછત્ર ગયું છે. આજ શહેનશાહ ગણો તો શહેનશાહ, એક ભિખારી ગણે તો ભિખારી, પણ ભીખ માગવા આવ્યો છું કે મને એક શિરછત્ર આપ !”
સલીમશાહ, રાજકાજ તો જવાલામુખી જેવાં ગણાય. એમાં જે ગયા એ ગયા. અને જનારાઓ એકલા જતા હોત તો ઠીક, પણ એનાં સારાં-માઠાં ફળ આખા કુટુંબને, એનાં સંતાનોને વેઠવાં પડે છે. મેં પણ સૂબાઓને ત્યાં ચાકરી કરી આ અનુભવ કર્યો છે. હેમરાજને કૃપા કરીને ઝવેરી રહેવા દો !”
ના કહેશો તો મારું જોર નથી, પણ શ્રેષ્ઠીરાજ ! આ તો મિત્રના છેલા શબ્દોની યાદ આપવા આવ્યો છું. સલીમશાહ પણ શેરનું સંતાન છે. મરતાં તો એને આવડશે જ. સલીમશાહના શબ્દોમાં વ્યાકુળતા હતી, દર્દ હતું. એણે આગળ ચલાવ્યું :
“મરી જનાર તો શ્રેષ્ઠીરાજ! બધી ચિંતાઓથી પર થઈ જાય છે. પણ એ વેળા જીવતા રહેલા તમારા જેવાઓને ફરજને બે ભારે પડશે. એ ભસ્મના ઢગલા ફોરવા મને કમને તમારું મિત્રહૃદય તમને પ્રેરશે. અને એ વખતે બનાવેલી બધી બાજી બગડી ગયેલી હશે.”
શ્રેષ્ઠી રાજપાળજી આ જુવાન શહેનશાહની વાગ્ધારા પાસે કંઈક નરમ બન્યા હતા. હેમરાજજીના દિલમાં તે ન જાણે કંઈકનું કંઈ તોફાન જાગ્યું હતું. પિતાના મિત્રની યાદ, પિતાના આદર્શ મુજબ સરજાયેલા રાજ્યની યાદ એમને સતાવતી હતી.
સલીમશાહે વાત જારી રાખી ઃ “આ તોફાન, આવી પડેલી આ આંધી ચાલી જવા દો, પછી તો શ્રેષ્ઠીઓને હું બજાર દારાગાના પદે
૨૭૬ : રાજકીય ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org