________________
“યુગરાજ, તું પણ આવે છે?”
હા, પિતાજી. માતાજીની આજ્ઞા છે. રણમેદાનના મામલા છે. હું તમારી સાથે નહિ રહું તે કેણ રહેશે?”
“ના, યુગરાજ, તું રહેવા દે! પિતાજીનું મન દુખાશે.”
“હેમરાજ, યુગરાજને સાથે જ લેતો જા! વહુરાણું સાચું કહે છે. રણમેદાન ને રાજરંગમાં પોતીકી માણસોની ખાસ જરૂર રહે છે.”
યુગરાજે પિતાજીને નમસ્કાર કર્યા. વૃદ્ધ પિતાજીની રજા લઈ પિતાપુત્ર ગઢના દરવાજે આવ્યા. “હવા ” સજજ થઈને માલિકની સહ જેતે સુંઢ આમથી તેમ ઉછાળતો હતો. એના ગંડસ્થલ પર, સંઢ પર, પીઠ પર ને પગ ઉપર લોખંડી જાળીનાં બખ્તર નાખ્યાં હતાં. એના ઉપર મંડાયેલી સોનેરી અંબાડીથી એ મૂંગું પ્રાણી સમજી ગયું હતું કે આજે રણમેદાન તરફ પ્રયાણ છે; અને એથી વર્ષોના ખાઉધરા જીવનથી કંટાળેલે એ આજે જરા ગેલમાં આવી ગયે હતો. એણે બાપબેટાની બહાર આવતી ત્રિપુટીને નીરખી હર્ષની ઝીણી કિકિયારી કરી, સંઢ ઊંચી કરીને સલામ કરી.
હેમરાજ ! તું, હવા ને યુગરાજ : ત્રણે એક જ લેહ તત્વના ઘડાયા લાગે છે, પણ મારા દેવરાજને તો હું શુદ્ધ શ્રાવક બનાવીશ.”
તદ્દન અહિંસક. બિલાડીથી બીને નકારવાળી ગણવા બેસી જાય તેવો !' યુગરાજજીએ વચ્ચે ભંગ કર્યો.
પિતાજી, દેવરાજને તો ન જયે?” હેમરાજે કહ્યું. “ ક્યાંક રમત હશે !'
“હા જ તે, દાદાજી જેવા દાદાજી બેઠા હોય ત્યાં મારો કે યુગરાજનો ભાવ કોણ પૂછે ?' હેમરાજે પિતાના અંતરને વહાલસે યું કરવા કહ્યું. * યુગરાજને પુત્ર.
યુદ્ધદેવતા : ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org