________________
હું તો વિક્રમાદિત્ય નજરે નિહાળું છું. ધર્મ જાળવજે. ધર્મ જાળવે તો બધું જાળવ્યું, એ મારી શિખામણું છે, શ્રેષ્ઠીરાજ !”
હેમરાજજી વિલંબ થતો હોવાથી છેલ્લા પ્રણામ કરી આગળ વધ્યા.
સૂરજ ઊગી ચૂક્યો હતો. હેમરાજજીએ નાની એવી નિસરણથી હદ્દામાં પ્રવેશ કર્યો. હોદ્દાના એક ખૂણામાં બે સાંગ, બે પ્રચંડ ભાલા ને સુંદર નકશીવાળી લાંબી લાંબી ત્રણ ત્રણ બંદૂકો મૂકેલી. હતી. શેરશાહના વખતના વફાદાર ઉમરાવ શાદીખાને હેમરાજજીની પાછળ જગા લીધી.
હવા એક સુસવાટા સાથે ઊભો થયો. સામેથી માથે પાણીની મહીની મટુકીઓ લઈને આવતી પાંચ પનિહારીઓના શુકન થયા, અને ગજઘંટા વગાડતો હવા શેરીઓ, બજારે વીંધતો ચાલી નીકળ્યો. એને ગજઘંટા પ્રચંડ ઘેષ કરતો હતો.
હેમરાજજીની છબી આજ અદ્દભુત બની હતી. પ્રચંડ-કદાવર કાયા, મૂછના મોટા મોટા કાતરા, દૂર દૂરથી પણ સળગતા દીવા જેવી લાગતી આંખો સહુને યુદ્ધદેવતાની યાદ આપતી. પૌરુષભર્યા હાથ પરની સુવર્ણમુદ્રિકાઓની સાથે લેહબખ્તર અજબ સંગમ સાધતું હતું. ઉન્નત ગિરિશ્ચંગ જેવું મસ્તક માનવીના અડગ હૈયાની પ્રતીતિ કરાવતું હતું.
શુભ શુકને આ યોદ્ધામંડળી આગળ વધી. સ્નેહીજનોનાં હૈયાં શ્રાવણ-ભાદરવાની વાદળીઓ જેમ શોકભારથી ઝૂમી રહ્યાં હતાં, પણ જનારને રોકાય તેમ નહોતું. ભારતવર્ષના ઈતિહાસનાં એ કુંકુમ પગલાં હતાં. બગડેલી બાજી સુધારવાની એ ઝુંબેશ હતી.
થોડેક દૂર આ સવારી પહોંચી હશે ત્યાં સમાચાર લઈને કાસદ આવી પહોંચે. એની પાસે ટૂંકાક્ષરી રૂક્યો હતો. રુક્કો કહેતે હતો :
યુદ્ધદેવતા : ૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org