________________
દેલત પર દિલ હોત તે તખ્ત ઉપર બેસી ન જાત ! અને ખવાસખાન? એ તો બાપુને પુરાણે સેવક છે. લોકે એને પૂજે છે.”
તમે જાણો ને તમારું કામ જાણે! મારી ફરજ મેં અદા કરી.”
સલીમશાહે એને કંઈ જવાબ ન વાળ્યો. લીલા પથ્થર પરથી જળબિંદુ સરી જાય તેમ એના મન પરથી એ વાત ઉતરી ગઈછતાં સાપ ચાલ્યા જાય તોય તેના પડેલા લીસોટા સાપની યાદ આપે છે.
કાબુલ તરફનો એક ગુપ્તચર આવ્યો હતો. એની પાસે મહત્ત્વના સમાચાર હતા. એ અંગે ખાસ મંત્રણા કરવાની હતી. આજે એકાએક એને ખવાસખાનની હાજરીની જરૂર જણાઈ
સેવકે ખબર આપ્યા કે તેઓ આદિલશાહ પાસે ગયા છે, અકવાડિયા પછી પાછા ફરશે. સાથે સાથે એ મુબારિઝખાનને તેડી લાવ્યો. મુબારિઝખાન શિર ઝુકાવી ઊભે રહ્યો.
“રાજનાં કાજ કરવાનાં છે કે હવે સહુને ફકીરી લેવાની છે? દરબારમાં કોઈની પૂરી હાજરી જ જોવાતી નથી.'
જહાંપનાહ, ગુસ્તાખી માફ ! મારી પણ એ જ ફરિયાદ છે. સાંભળ્યું છે કે કાબુલન શાહ ફેણ માંડી રહ્યો છે. ઈરાનમાં તો કોનું જોર છે, તે આપ જાણે જ છે. હિંદ બહાર રખડતો મોગલ બાદશાહ કંઈ ઊંધતો નથી. એ પણ લશ્કરની જમાવટ કરી રહ્યો છે. ને જેર કરી નાખેલા રજપૂતો તો મારા શાહ, મસાણમાંથી બેઠા થાય તેમ છે. મેટા શાહ કે સેનાપતિ સાહેબ ફકીરી લે કે ન લે, પણ સતનને તો ફકીરી લેવી પડે તેવી જ હાલત છે.” મુબારિઝખાનના શબ્દોમાં વખતને યોગ્ય આતશ હતો. એ આતશ કામ કરી ગયો.
મુબારિઝખાન, મેટાઓએ ઘણું વર્ષો સુધી ગાડું ખેંચ્યું, હવે એમને આરામ આપવો ઘટે! બહુ દહાડા જહેમત ઉઠાવીને તેઓ ૨૬૨ ઃ દીવા પાછળનું અંધારું”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org