________________
એના હવામી તરીકે જલાલખાન “સલીમશાહ' નું નવું બિસ્ત ધરીને આવતો હતો. એણે તખ્ત સંભાળતાં જ કહ્યું :
“મરહૂમ શહેનશાહના જ રાહના રાહગીર તરીકે હું તખ્ત પર બેસું છું, એટલે પ્રજાએ કોઈ પણ જાતની ચિંતા, ભય કે ઉદ્વેગ સેવવાની જરૂર નથી. હિન્દુ-મુસ્લિમો મારા રાજ્યની બે આંખે છે ને રહેશે. જેમ એક તાબેદાર બેટે બાપના પગલે ચાલે તેમ વાવવા, નદીનવાણુ, રસ્તા ને ધર્મશાળા, જમીન મહેસૂલને રાજ્યની આબાદી અમારા તરફથી એ જ ધોરણે ચાલુ રહેશે. મને ભરોસે છે, કે સહુ સરદાર, ઉમરાવ-અમીરો, સિપાહીઓ પહેલાંની માફક મને સાથ આપશે. પરવરદિગારની આપણે સહુ બંદગી કરીએ કે મહાન શેરે સર્જેલું સામ્રાજ્ય ચાંદતારાની જેમ આપણે અવિચળ રાખી શકીએ.”
શહેનશાહ સલીમશાહના નામના ખેતબા મજિદોમાં પઢવામાં આવ્યા, ને મંદિરોમાં ઘંટનાદ થયા. મૂર્તિપૂજકે કે મૂર્તિ ભંજક બંનેને બાદશાહ સમાન પ્રિય હતો.
આદિલશાહ એક દહાડો હાથીની સવારીએ ચડી, સહુની રજા લઈ બિયાનાની જાગીરમાં જઈ રહ્યા. શેરશાહના દિલના એક ખૂણામાં વસી રહેલી ફકીરી આજ એના વડા પુત્રમાં રૂપ પામી રહી હતી. અલંકાર એના દેહ પરથી ઊતરી ગયા હતા; મોટાઈ ને શાહી રિવાજેનો અંચળો એણે ફગાવી દીધો હતો. હાથમાં તબી, મુખમાં અલાહનું નામ ને સદા પાક કિતાબનું વાચન ! વાહ રે ! ઓલિયા, ફકીરી તે આનું નામ ! શું એની દયામાયા ! શું એની રહેણીકરણ ! સલીમશાહના રાજતંત્ર કરતાં આદિલશાહના ધર્મતંત્ર તરફ પ્રજાને ચાહ વધતો ચાલ્યો. સિપેહસાલાર ખવાસ ખાન તો ત્યાં જ પડયો પાથર્યો રહેતો. પિતાના પ્યારા માલિક શેરના ગુજર્યા પછી એને પણ બંદગીની આ જિંદગી પ્રિય લાગી હતી. અમીર-ઉમરાવો પણ બિયાનાની જાગીરમાં દીનદુખિયાંઓની વહારે ધાતા આદિલશાહના ૨૬૦ : દીવા પાછળનું અંધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org