________________
ચિતામણિ ૨૧.
ઉનાળાના આકાશમાં કોકવાર ફૂલવાદળી વરસવા ઊમટી આવે છે; આગ્રા નગરીના સૌદર્ય. બજારમાં આજ એક રૂપવાદળી વરસવાની હતી.
એ રૂપ–વાદળીનું નામ ચિંતામણિ. આગ્રાની અનેક વારાંગનાઓમાં ચિંતામણિ ખરેખર મણિની જેમ દીપતી હતી, પણ એ મણિ શેષનાગના માથાને હતો. શેષનાગના મણિનાં મૂલ થાય તો ચિંતામણિનાં મૂલ થાય. બીજી વારાંગનાઓની જેમ એ સહજપ્રાય નહતી.
ગણ્યાગાંઠયા મહિનાઓ પહેલાં જ એકાએક ચિંતામણિ આ બજારમાં દેખાણી હતી. એનું અપરૂપ સૌદર્ય, ઘનશ્યામ કેશકલાપ, બિફળ જેવા નાના અધરોષ્ઠ, છલે છલ રૂપલાવણ્ય જેનારની સ્વસ્થતાને હરી લેતાં. એ ગાતી, નાચતી, હાસ્ય કરતી અને સહુ પર વશીકરણ કરતી. યુવાની તો હજી દ્વાર પર ડોકિયાં કરી રહી હતી. કામદેવના બાગને હજી ફૂલ જ આવ્યાં હતાં ને ચિંતામણિ આગ્રા નગરીની અધીશ્વરી બની ગઈ
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org