________________
સુગંધમાં એ કેશને સુકવી રહી હતી. એની ધળી માછલી જેવી આંખો જેનાર પર જાદુ વરસાવતી હતી. ખાનબહાદુરને અવાજ સાંભળી કંઈક વિચારમાં પડી ગયેલી ચિંતામણિ સાવધ થઈ
નૃત્ય, ગાન ને સ્વરમાધુરી, ખાદ્ય, પય ને મહેફિલેની ધમાલ વાળી એની જિંદગીમાં આવી વિચારની પળે એાછી આવતી, પણ જ્યારે આવતી ત્યારે સ્તબ્ધ બનેલી ચિંતામણિ સંગેમરમરની પ્રતિમાશી નયનસુંદર બની જતી. અર્ધકુસુમિત એનાં નયન કંઈ અકળ વેદનાના ભારથી લચી પડતાં, પણ આ તે કવચિત કવચિત બનતું. બાકી તો ચિંતામણિ ગાતી, નાચતી ને હસતી. શેકને સંભાર આ નાનકડી અસરાના દેહમાં છુપાયેલો હશે, એ કલ્પવું જ અશકય હતું.
ખાનસાહેબ, આ તો કંઈ નથી. કમાલના દિવસે તો કલિંજરના વિજય પછી આવશે. એ વેળા તમે જોશો કે હું સ્વયં રાગમૂર્તિ જ છું: મારામાંથી જ રાગ જન્મે છે, વૈભવ પ્રગટે છે ને વિલાસ અવતાર લે છે. મારા સરદાર, પર્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ઘેવત ને નિષાદ મારા દેહ પર જ બિરાજમાન છે. આજની રાત ને આજની મહેફિલ માગ્યાં મૂલ આપવા જેવી છે.”
શાં મૂલ છે, સુંદરી !' લડવે ઉદાર બની ગયો.
એ મૂલ મેધાં છે, ખાનબહાદુર. સ્વયં રાગમૂર્તિનું મનોરંજન સહેલ નથી. તલવારથી એ ભરી શકે, મળી ન શકે. મારી આ સાડીને પાલવ જે ? ષડૂજરાગને રંગ એ, લાલ કમળના પત્ર જે છે. લીલી છાંટવાળી પીતવણું ફાટફાટ થતી આ કંચૂકી જોઈ? એ ઋષભ રાગનો રંગ છે. મારી સોનલાવરણ કાયાને તમે નીરખે ને તમને ગાંધારરાગ સદેહ થશે. મારી સફેદ કુંદપુષ્પ જેવી મુખમુદ્રા જોઈ? મધ્યમ રાગનો એ રંગ છે, અને કેાઈ નવયૌવનાને ઘનશ્યામ કેશકલાપ કદી ગૂંચે ? એના જે પંચમને રંગ છે. નિષાદને
ચિંતામણિ : ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org