________________
વક્ષસ્થળ પરથી મોતીસર હાર તૂટ્યા.
મિલ જા, અબ મત કર લાચાર,
રે મમ પ્રીતમ પ્રાણાધાર.” મૃદુ મૃદુ સ્વરો હવાની લહરી સાથે વહેતા મુકાયા. શ્રોતાવર્ગ મેં વિકસિત કરીને આ કિન્નરીને નીરખી રહ્યો હતો. શું લાવણ્ય, શી દેહછટા ! શું સ્વરમાધુર્ય ! દિવસેના ક્ષુધાતુરને જાણે એક સાથે બત્રીસ પકવાન પીરસાયાં. કયું પહેલું આરિવાજવું ને કહ્યું પછી ?
ચિંતામણિ જાણે વિરહઘેલી ગોપી બનીને આવી હતી. ગોપી જેમ કૃષ્ણને યાચના કરે એમ યાચી રહી હતી ?
નિર્ગુણ, નિર્ભય, નિત્ય, નિરંજન,
અસુર નિકંદન જનમનરંજન; અશરણશરણ, સકલદુઃખભંજન, અવિરલ અવિચલ, અગમ અપારઃ
રે મમ પ્રીતમ પ્રાણધાર, ને જાણે પ્રિયતમાની પુકાર સાંભળી આકાશમાં વાદળીઓની કેર ઉપર બેસીને બંસી બજાવતો કૃષ્ણ કનૈયે આવી રહ્યો દેખા. બંસીના સ્વર નેપથ્યમાંથી વહેવા લાગ્યા, મયૂરના ટહુકા સંભળાવા લાગ્યા.
શ્રોતાઓએ ઊંચે ઊંચે મયૂરને જોવા નજર માંડી, ત્યાં તો નિમિષ માત્રમાં ચિંતામણિ અલેપ થઈ, પણ અલોપ થઈ તેવી પાછી આવતી દેખાઈ
અરે, આ તો પેલી ગોકુળ મથુરાની મહી વેચનારી ગોપીને બદલે કઈ છલકતા સૌંદર્યવાળી ઈરાની સુંદરી આવી રહી હતી. લીલી ઈજાર, લાલ લાલ કુરતું ને મેઘધનુષ્યના રંગનું ઓઢણું; ધેળા ધોળા પગ પર મોટા મખમલી જેડા ને પીઠ પર પડેલે મોટો લાંબો પાદચુંબન કરતો કેશકલાપ ! હોઠ પરને વાદળી ઝખમ ને ગાલ પરનો
ચિંતામણિ : ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org