________________
શાપિત અસરાની કિંવદન્તી એની પાછળ જોડાઈ હતી. અસરા ને માનવદેહને સંગ અશક્ય! ચિંતામણિ હજી બધાની ચિંતાને મણિ હતી. દુષ્મા ! દુઃસાય ! એ કહેતી કે મારા દેહનાં રૂપભર્યા દર્શનની કિંમત કરોડો સુવર્ણ મુદ્રાઓ છે, મારા હાસ્યની કિંમત અનેક મણિમુક્તાઓ છે, ને મારા સ્પર્શની કિંમત એક સામ્રાજ્ય બરાબર છે.
છતાંય શહેનશાહ શેરશાહના વફાદાર ઉમરાવો, સિપેહસાકારો ને સૈનિકગણો માટે એણે એક મહેફિલનું આમંત્રણ સ્વીકાર્યું હતું. અનેક શાહ સોદાગરો ને શ્રીમંતોને નિરાશ કરનાર ચિંતામણિ આ માથાના ગેડીદડે રમવા જનારા મરજીવાઓના આમંત્રણનો ઇન્કાર કરી શકી નહોતી.
અનેક ચાતકોની આ ચકોરીએ આજ લીલા વર્ણનું એક ઉત્તરીય ઓઢયું હતું, ને એના ગૌર વક્ષસ્થળ પર લાલ રંગની મખમલી પટી કસીને બાંધી હતી. એ ચાલતી ને જાણે એ મખમલી પટી ફાટ ફાટ થવા લાગતી. એણે વાળના ગુચ્છા ઊભા હોળી એમાં મોતી પરોવ્યાં હતાં ને ગૌર સ્તન પર હિંદુસ્તાનના બાદશાહના ગળામાં હોય તેવો કંઠે પહેર્યો હતો. સુકોમળ અર્ધખુલ્લા પગોમાં કમળનાં નુપૂર હતાં ને અસરાના જેવા મનોરમ અવયવો પર ચંદન, કપૂર ને કેસરનો લેપ મઘમઘતો હતો.
આંખમાં આંજેલું કાજળ છલકાતું હતું ને સ્નિગ્ધ ગાલ પરનું છુંદણું કપલપ્રદેશના ચદન–કેસરની આડ સાથે હરીફાઈ કરતું હતું. આછા દીપકેના પ્રકાશમાં એ મંદમંદ હસતી હતી. એના હાસ્યમાંય માદકતા હતી. એના કોમળ પગની પાનીનો રંગ ઘાયલેના દિલનો હતો.
વાજિત્રાએ સૂર છેડ્યા, અને ધીરા મૃદુ શંખરવર સાથે એ છમકતી છમકતી આવી. એના ગતિડલનથી અંબોડામાંથી મંદારપુષ્પ વર્ષો, શિરડોલનથી સુવર્ણકમળ નીચે પડ્યાં, ને સૂર ઘૂંટતાં જાણે ૨૩૬ : ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org