________________
છે કે એ શા માટે ? આ વહેતી હવા ઝીણું ઝીણું આક્રંદ કરે છે; તને ખબર છે કે એકેના માટે? આ સૂરજમુખી ઊંચી ડાક રાખીને કેાની રાહ જોયા કરે છે? ખબર છે તને ? નદીને દરિયાની, હવાને આકાશની તે સૂરજમુખીને સૂરજની રાહ છે. અરે, બિચારા આશકાના જીવનમાં રડવું એ તેા આશીર્વાદ સમાન છે. પણ રાશન, આ શરીર, શરીરમાં વળી દિલ, દિલમાં વળી આ બધું શી રીતે પેદા થયું હશે ? આ આદમી તે આરત કરી ખુદાએ જન્માવ્યાં હશે ? અને વળી એમને સંસાર કેમ રચાયા હશે ? તું તે મેાટી વિદુષી છે. કંઈ કહે ને?”
!
કેમ
‘ એક જ ભૂલથી,’ રાશને વ્યંગમાં કહ્યું. એને લાગતું કે મલિકાને ખીજા વિચારેામાં ખેંચી જવી જરૂરી છે.
• એક જ ભૂલ! ખરેખર એક જ ભૂલ ! પણ રાશન, જે ભૂલ ન કરે એને આદમી કાણુ કહે ? મારી ભૂલ માટે મને હું ઠપકા આપે છે ?' મલિકા પણ ખળતા જીવને શાન્ત કરવા વાતે વળગવા
ઇચ્છતી હતી.
"
ના, મારી પ્યારી મલિકા, હું તમને ઠપકા આપતી નથી. હું આખી આદમજાતની ભૂલ માટે કહું છું. ખા, વર્ષાં પહેલાંની વાત કહું છું, એ વેળા આ માણસજાતનાં મા ને બાપ-બાબા આદમ ને ખીખી હવા—સ્વર્ગમાં રહેતાં હતાં. ખુદાએ પેાતાના સુંદર બાગમાં તેમને હરવા-ફરવાની રજા આપેલી; પણ કહેલુ કે પેલા ઝાડનાંક ફળ ખાવાં નહીં! આ, બન્ને નગ્ન કરે; ન ત્યાં એમાં લાજ તે ન એમાં શરમ ! સ્વની મજા તે કેવી ! પણ એક દહાડે આ મે જણાંએ ભૂલ કરી! તેઓએ વિચાયુ કે ખુદાએ ફળ ખાવા ના પાડી માટે જરૂર એમાં કંઈક એર લિજ્જત હશે. મેાટાની આદત હંમેશાં નાનાને ક્રમ દેવાની હોય છે. ચાલે! ચાખી તે જોઈ એ. × મુસલમાને ધઉં' માને છે.
Jain Education International
બુલબુલનું રુદન : ૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org