________________
નવો તાજ ઘોડે અને ડોએક નાસ્તો હાજર થયો. રત્નજડિત થાળમાં જમનારા શહેનશાહે અફીણની નાની કાંકરી મેંમાં નાખી લીધી ને ત્યાં જમીન પર બેસી ગેડું ખાઈ લીધું. નાક પર બંને આંગળીઓ મૂકી. સૂર્યનાલિકામાં શ્વાસ ચાલુ થતાં શુભ શુકન જોતાં આગ્રાની વાટ પકડી.
અસવાર દિશાઓ સુંધતો જતો હતો. દુશ્મનના જાસૂસ, એના દગાર મારા પીછે તો કરી રહ્યા નથી ને ? પણ જેમ જેમ એ આગળ વધતો ગયો, તેમ તેમ વાતાવરણમાં શાંતિ મેળવતો ગયો. નાસેલા, ભાગેલા, જખમી સિપાહીઓ પણ ધીરે ધીરે ભેટતા ચાલ્યા. શહેનશાહ તેમની પાસેથી વિગતો એકઠી કરવા લાગ્યા.
“જહાંપનાહ, દુશ્મને આપણે લેશમાત્ર પીછો પકડ્યો નહતો. એનો એક પણ સિપાહી ચુનારગઢ ને જોનપુરથી આગળ મળ્યો નથી. સાંભળ્યું છે કે એ બંગાળ, બિહાર ને જેનપુરનો રાજા બનશે એવી ડાંડી પિટાતી પણ સાંભળી છે.”
આજે નહીં તો કાલે, આગળ નહીં વધે એની શી ખાતરી શહેનશાહે ઊલટતપાસ લેવા માંડી.
“ગરીબ પરવર, દુશ્મન હવા જેવું છે. એને અનેક છૂપા મદદગાર છે. આપણું સૈન્યમાંય એના જાસૂસે છે. એની તાકાત અજબ છે. આપણું સન્મ આ ફટકાથી એટલું તો નાહિંમત બન્યું છે કે ન પૂછો વાત. એ ક્યારે ક્યાં પસી જઈ, શું તરખાટ મચાવશે, તે કઈ કહી શકાય નહીં. અને વળી એક નવી વાત સાંભળી છે. કહેનાર વધુ પાસે ગયે. એણે કાનમાં ધીરેથી કહ્યું: “આપના ભાઈ કામરાન કાબુલથી લશ્કર લઈ આપના પર ચઢી આવે છે.”
મારા પર મારો ભાઈ ચઢાઈ લઈને આવે ? ન બને! હા, કામરાન ઉતાવળિયે છે. કદાચ ઉતાવળમાં કંઈ પગલું ભરે, પણ હું એનો મોટો ભાઈ તો બેઠે છું ને ! એક ઇશારામાં સમજાવી દઈશ !”
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org