________________
રાસડા લઈ રહી છે.”
- “અને શેર કના રાસડા લેશે? દુનિયાની તવારીખમાં ન થયેલી દસ્તીને કયો કવિ–કો શાયર બિરદાવશે ?”
“ઊજળી કીર્તિને બિરદાવનારની જરૂર નથી. સારા ગવૈયાને સૂર આપોઆપ આવી મળે છે, એમ સારા રાજકર્તાને કુદરત બધી સગવડ આપે છે. આજે હિંદના રજપૂત રાજાઓ અંતઃપુરની ગૂંચમાં જ ગૂંચવાઈ રહ્યા છે. મોટાં મોટાં અંતઃપુરો જ્યારે એમને દેહ પર થયેલ ખરજવાની જેમ પહેલાં ખણવાની મજા ને પછી સદાની મુસીબત આપી રહ્યા છે, ત્યારે એક મુસલમાન બાદશાહ આટલી દિલાવરી બતાવે તો હિંદુ પ્રજા એને યાર જ કરે ! જેણે સ્ત્રીના આકર્ષણ પર વિજય મેળવ્યો, એણે અડધી બાદશાહી પર વિજય મેળવ્યો.”
અચાનક બહાર ઘોડાના હણહણવાને ને પાલખી ઊતરવાનો અવાજ આવ્યો.
યુગરાજ અને કુંદન આવી પહોંચ્યાં લાગે છે !'
બંને જણું દ્વાર તરફ જઈ રહ્યા, પણ આવનારાંઓને આવતાં વિલંબ લાગ્યો.
હવાની સાથે વાતો કરતાં લાગે છે. જુઓને હવા હર્ષની કિકિચારીઓ નાખી રહ્યો છે. કુંદન અને યુગરાજ પર એ અદ્દભુત પ્યાર ધરાવે છે.
થોડી વારમાં યુગરાજ આવ્યો. એના ચહેરા પર અપાર શ્રમનાં ચિહ્ન હતાં. કુંદનદેવી બાજુના ખંડમાં ચાલી ગઈ હતી. એણે સદા શેરશાહની અદબ જાળવી હતી. “યુગરાજજી, કુશળ છે ને?' સુલતાન શેરશાહે પ્રશ્ન કર્યો.
આપની દયા, પણ સુલતાન સાહેબ, પ્રવાસને ખૂબ ત્રાસ છે. હુમાયુ ફરીથી સજજ થયો લાગે છે. આ માર્ગ લશ્કરી અવર
પડદા પાછળને પુરુષ : ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org